Delhi CM Rekha Gupta: મુખ્યમંત્રીને જાહેરમાં લાફો ઝીંકાયો, દિલ્હીમાં હંગામો મચ્યો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Delhi CM Rekha Gupta: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે (20 ઓગસ્ટ) સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોકદરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, આરોપી બૂમો પાડતો આવ્યો અને મુખ્યમંત્રીને લાફો ઝીંકી દીધો અને ગાળો ભાંડવા લાગ્યો. ત્યારબાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.

મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક

- Advertisement -

જોકે, બાદમાં પોલીસે તુરંત જ હુમલાખોરની ધરપકડ કરી લીધી અને આ મામલે પૂછપરછ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ હુમલો કેમ કરવામાં આવ્યો તે વિશેનું કોઈ કારણ સામે નથી આવ્યું. પરંતુ, આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક માનવામાં આવે છે. નોંધનીય છે કે, આ ઝપાઝપીમાં રેખા ગુપ્તાને ઈજા પણ થઈ હતી.

ભાજપ અધ્યક્ષે કરી નિંદા

- Advertisement -

હુમલાની ખબર સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ઘટનાની આકરી નિંદા કરી હતી અને તેને લોકતાંત્રિક પ્રક્રિયા પર હુમલો કહ્યું હતું.

 

- Advertisement -
Share This Article