AMCA Project Bid HAL Out: પાંચમી પેઢીના ફાઈટર જેટની રેસમાંથી HAL બહાર! ટાટા, L&T અને ભારત ફોર્જ મેદાનમાં; જાણો ક્યારે મળશે વાયુસેનાને પહેલી ડિલિવરી

Arati Parmar
5 Min Read

AMCA Project Bid HAL Out: ભારતના બહુપ્રતિક્ષિત પાંચમી પેઢીના લડાકુ વિમાન એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) ને વિકસિત કરવા અને બનાવવાની રેસમાંથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) બહાર થઈ ગયું છે. આ દોડમાં ત્રણ ખાનગી કંપનીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ત્રણેયમાંથી કોઈ એકને AMCA પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી સોંપવામાં આવશે. ફાઈનલ નામની જાહેરાત આગામી ત્રણ મહિનામાં જ કરી દેવામાં આવશે. નવા જેટમાં લેટેસ્ટ મિલિટરી ટેકનોલોજી હશે, જેમાં સ્ટેલ્થ ફીચર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું ઇન્ટિગ્રેશન, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરવાની ક્ષમતા અને માનવરહિત (વિધાઉટ પાયલોટ) સિસ્ટમ સાથે મળીને કામ કરવાની ક્ષમતા સામેલ છે.

AMCA ની આ ખૂબીઓથી દુશ્મનો થરથર કાંપશે

  • આમાં દુશ્મનના રડારને ચકમો આપનારી એડવાન્સ સ્ટેલ્થ ટેકનિક હશે

  • આકાશમાં પ્રભુત્વ મેળવવામાં સૌથી આગળ રહેશે, સરફેસ સ્ટ્રાઈકની ક્ષમતા

  • ઇલેક્ટ્રોનિક વોરફેર ફેરમાં પણ આગળ રહેશે, યુદ્ધ દરમિયાન અત્યંત માહિર

  • 2.15 મેકની સ્પીડ, 27,000 કિલો સુધીનું વજન લઈ જઈ શકશે

  • AESA રડાર અને સુપર ક્રૂઝ મિસાઈલથી પણ સજ્જ થઈ શકશે

7 કંપનીઓ હતી રેસમાં, ત્રણની અત્યારે પસંદગી

સાત ભારતીય કંપનીઓની ટેકનિકલ બિડ્સની તપાસ કર્યા પછી ત્રણ કંપનીઓ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો અને ભારત ફોર્જને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જ્યારે સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) જેવી બાકીની કંપનીઓ આ દોડમાંથી બહાર થઈ ગઈ છે.

- Advertisement -

AMCA ની ડિઝાઇનને સમજવા વાળી કંપનીઓ જ રેસમાં

શોર્ટલિસ્ટ થયેલી કંપનીઓ આગામી પેઢીના જેટ્સના પ્રોટોટાઇપ બનાવવા માટે વિગતવાર કોમર્શિયલ પ્રપોઝલ જમા કરશે, ત્યારબાદ ત્રણ મહિનાની અંદર ફાઈનલ વિનરનું સિલેક્શન થવાની આશા છે. બોલી લગાવનારાઓએ એ સાબિત કરવાનું હતું કે તેમની પાસે AMCA ડિઝાઈનને સમજવાની ટેકનિકલ ક્ષમતા છે અને તેમની પાસે ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, ઇક્વિપમેન્ટ અને ટેસ્ટિંગ સહિતની બાબતોમાં પૂરતો અનુભવ છે.

ઘણી મોટી ભારતીય કંપનીઓએ લગાવી હતી બોલી

આ બોલીમાં એક ક્લોઝ દ્વારા મોટા બાકી ઓર્ડર બુક ધરાવતી કંપનીઓને નિરુત્સાહિત કરવામાં આવી હતી. જોકે, તમામ અગ્રણી ભારતીય ઉત્પાદકોએ મેગા કોન્ટ્રાક્ટ માટે બોલી લગાવી હતી, પરંતુ શોર્ટલિસ્ટિંગ ટેકનિકલ કુશળતા, મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ, ઓર્ડર બુક અને નાણાકીય મજબૂતીના આધારે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

બોલીની વિજેતા કંપની ADA સાથે મળીને બનાવશે AMCA

યોજનાઓ અનુસાર, આ બોલીની વિજેતા કંપની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) સાથે મળીને AMCA ના પાંચ પ્રોટોટાઇપ બનાવશે. મંત્રાલયે પ્રોટોટાઇપ સ્ટેજ માટે 15,000 કરોડ રૂપિયાનું સાંકેતિક બજેટ ફાળવ્યું છે. જોકે, એકવાર વિમાન સફળ સાબિત થશે અને વાયુસેના દ્વારા ઓર્ડર આપવામાં આવશે, ત્યારે અંતિમ ઓર્ડર તેના કરતા અનેકગણો હોવાની અપેક્ષા છે.

પહેલી ડિલિવરી 2035 સુધી જ શક્ય

AMCA સંભવતઃ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો મિલિટરી રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. નવું પાંચમી પેઢીનું ફાઇટર જેટ 2030 ના દાયકાના મધ્યથી ભારતનું મુખ્ય હવાઈ પ્લેટફોર્મ બનવાનું છે. ડેવલપમેન્ટ પછી પ્રથમ બેચમાં 120 ફાઇટર જેટનો ઓર્ડર આપવામાં આવે તેવી અપેક્ષા છે, જેની ડિલિવરી 2035 સુધીમાં શરૂ થવાની આશા છે. આવનારા વર્ષોમાં આ સંખ્યા ઘણી વધવાની ધારણા છે કારણ કે તેના વધુ એડવાન્સ વેરિઅન્ટ્સ વિકસાવવામાં આવશે.

- Advertisement -

HAL તેજસની પહેલી યુનિટ પણ આપી શક્યું નથી

ગયા વર્ષે જ HAL ને 97 તેજસ માર્ક-1A લડાકુ વિમાનોનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ માટે સંરક્ષણ મંત્રાલયે HAL સાથે 62,370 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. પરંતુ, મોટો પ્રશ્ન એ છે કે ભારતીય વાયુસેના (IAF) ને ફેબ્રુઆરી 2021 માં 46,898 કરોડ રૂપિયામાં 83 એડવાન્સ તેજસ જેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે, આ ઓર્ડર હોવા છતાં વાયુસેનાને તેજસની પહેલી યુનિટ પણ હજુ સુધી મળી નથી. વાયુસેના ચીફ એપી સિંહે પણ ખૂબ નિરાશ થઈને કહ્યું હતું કે એક પણ સિંગલ પ્રોજેક્ટ સમયસર પૂરો થઈ શક્યો નથી.

HAL એ કારણ જણાવ્યું- અમેરિકી એન્જિન સપ્લાયમાં વિલંબ

HAL અવારનવાર તેજસ લડાકુ વિમાનની ડિલિવરીમાં વિલંબનું મોટું કારણ અમેરિકી એન્જિનના સપ્લાયમાં વિલંબને ગણાવતું રહ્યું છે. તેજસમાં અમેરિકી કંપની જનરલ ઇલેક્ટ્રિકનું FN-404-IN20 એન્જિન લાગે છે. વિલંબનું બીજું કારણ એ પણ છે કે વિમાનમાં વેપન ઇન્ટિગ્રેશન અને ફાયરિંગ ટ્રાયલમાં પણ મોડું થઈ રહ્યું છે. આ જવાબદારી HAL ની છે. અત્યાર સુધી તેજસની પહેલી યુનિટ આપવાની તારીખ પણ નક્કી નથી.

Share This Article