Tamilnadu Accident: તમિલનાડુના વલપરાઈ નજીક એક બસ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, વલપરાઈ ઘાટ સેક્શનના પહાડોના ભારે વળાંક વાળા રસ્તાઓ પર તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમ (TNSTC)ની એક બસ પલટી ગયા બાદ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં 72 મુસાફરો સવાર હતા અને આ બસ તિરૂપ્પુરથી પલપરાઈ જઈ રહી હતી. પહાડી વિસ્તારમાં ડ્રાઈવરે અચાનક કંટ્રોલ ગુમાવી દીધા, જ્યારબાદ આ ઘટના બની. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બસ રોડ પરથી બેકાબૂ થઈને ખીણમાં ખાબકી ગઈ. જો કે, સદનસીબે આ ઘટનામાં તમામ મુસાફરોના જીવ બચી ગયા. બસ ડ્રાઈવર ગણેશને ગંભીર ઈજા પહોંચી છે અને તેની પોલાચી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ વલપરાઈ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ અભિયાન શરૂ કર્યું. સ્થાનિક નિવાસીઓની મદદથી ઇમરજન્સી સેવા કર્મીઓએ પહાડી વિસ્તારમાં બચાવ કાર્ય કરતા ઈજાગ્રસ્તોને કાટમાળથી બહાર કાઢ્યા અને વલપરાઈ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.