Jamnagar Paper Leak: જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર વાઇરલ થવાનો આક્ષેપ, તપાસના આદેશ

Arati Parmar
2 Min Read

Jamnagar Paper Leak: BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર વિષયનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લીક થયાની ચર્ચા, વિદ્યાર્થીઓમાં રોષ

Jamnagar Paper Leak: નીટ પેપર લીકનો મુદ્દો હજુ પણ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ગઈ છે.

- Advertisement -

આક્ષેપ છે કે યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ વોટ્સએપ પર વાઇરલ થઈ ગયું હતું. આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર લીક થયા

- Advertisement -

ચોંકાવનારી વાત એ છે કે પરીક્ષામાં પૂછાયેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો કથિત રીતે પહેલાથી જ સોશિયલ મીડિયા પર ફરતા હતા. મળતી માહિતી મુજબ, પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ આ પ્રશ્નો વોટ્સએપ પર લીક થઈ ગયા હતા.

પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓને આ અંગે જાણ થઈ ત્યારે તેઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો પ્રશ્નપત્ર ખરેખર અગાઉથી લીક થયું હતું, તો પરીક્ષાની વિશ્વસનીયતા અને સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

- Advertisement -

યુનિવર્સિટી પ્રશાસને તપાસના આદેશ આપ્યા

ઘટના સામે આવ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસને તાત્કાલિક તપાસ શરૂ કરવાનો દાવો કર્યો છે. જોકે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આવી ઘટનાઓમાં અગાઉ પણ માત્ર ઔપચારિક તપાસ કરીને મામલો દબાવી દેવામાં આવતો હતો, તેથી આ વખતે કડક કાર્યવાહી જરૂરી છે.

વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની પારદર્શક અને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તપાસ કરવામાં આવે. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું અને તેમાં યુનિવર્સિટીના કયા લોકો અથવા અન્ય કોણ સામેલ હતા. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ જોરદાર માંગ કરવામાં આવી છે.

Share This Article