E20 Petrol Arvind Kejriwal: ઈ-20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીનું નેશનલ ટાઉનહોલ, અરવિંદ કેજરીવાલે દેશભરના લોકોને જોડાવા કરી અપીલ

Arati Parmar
4 Min Read

E20 Petrol Arvind Kejriwal: ઈ-20 વિરુદ્ધ 1 ઑગસ્ટે નેશનલ ટાઉનહોલનું આયોજન, ઑનલાઇન અને ઓફલાઇન જોડાવાની સુવિધા

E20 Petrol Arvind Kejriwal: આમ આદમી પાર્ટીએ ઈ-20 પેટ્રોલના મુદ્દે દેશભરના લોકોને એકજૂથ કરવાની કવાયત તેજ કરી છે. આ જ હેતુથી પાર્ટી આગામી 1 ઑગસ્ટ એટલે કે શનિવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બપોરે 11:30 વાગ્યે ‘નેશનલ ટાઉનહોલ અગેન્સ્ટ ઈ-20’ નું આયોજન કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે માહિતી આપી કે આ ટાઉનહોલમાં લોકો પ્રત્યક્ષ અથવા ઑનલાઇન માધ્યમથી જોડાઈ શકશે.

- Advertisement -

ઑનલાઇન જોડાવા માટે શુક્રવાર સુધી 8588833212 નંબર પર વોટ્સએપ કરવું પડશે. ત્યારબાદ મોકલવામાં આવેલી લિંક ખોલીને શનિવારે સવારે 11:30 વાગ્યા પછી કોઈપણ સમયે કાર્યક્રમમાં જોડાઈ શકાય છે. તેમણે જણાવ્યું કે ટાઉનહોલમાં નિષ્ણાતો, વાહન માલિકો અને ઈ-20માં રસ ધરાવતા લોકો પોતાના વિચારો રજૂ કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે.

‘યુવાઓએ એક અહંકારી સરકારને ઝૂકાવી દીધી’

- Advertisement -

સોમવારે આમ આદમી પાર્ટીના મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને દેશના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે દેશના યુવાનોએ એક અહંકારી સરકારને ઝૂકાવી દીધી અને ધર્મેન્દ્ર પ્રધાનને જનતા સામે રાજીનામું આપવું પડ્યું. હવે વડાપ્રધાનને વિનંતી છે કે આ સાથે જ ઈ-20નો મુદ્દો પણ ઉકેલી દે. લોકો ખૂબ જ પરેશાન છે. લોકોના વાહનો અને માઇલેજ પર અસર થઈ રહી છે. તેથી વડાપ્રધાનને વિનંતી છે કે આ મુદ્દો વધુ મોટો બને તે પહેલાં તેઓ પોતે આગળ આવી તેનો ઉકેલ લાવે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ઈ-20ના મુદ્દે દેશભરના તમામ લોકોને એક મંચ પર લાવવા માટે આ શનિવારે નેશનલ ટાઉનહોલ અગેન્સ્ટ ઈ-20નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમને આશા છે કે તેમાં હજારો લોકો ભાગ લેશે.

- Advertisement -

તેમણે જણાવ્યું કે કાર્યક્રમ બપોરે 12:00 વાગ્યે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં શરૂ થશે. જે લોકો દિલ્હી અને આસપાસના શહેરોમાં રહે છે અને પ્રત્યક્ષ હાજર રહી શકે છે તેઓ સવારે 11:30 વાગ્યા સુધી કોન્સ્ટિટ્યુશન ક્લબમાં પહોંચી જાય. જ્યારે દિલ્હી બહાર રહેતા અને પ્રત્યક્ષ હાજર ન રહી શકતા હજારો લોકો ઑનલાઇન જોડાશે.

8588833212 નંબર પર વોટ્સએપ કરવું પડશે

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ઑનલાઇન જોડાવા માટે 8588833212 નંબર પર વોટ્સએપ કરવું પડશે. શુક્રવાર સાંજ સુધીમાં એક લિંક મોકલવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે સવારે 11:30 વાગ્યા પછી કોઈપણ સમયે તે લિંક પર ક્લિક કરીને લોકો ઑનલાઇન કાર્યક્રમ સાથે જોડાઈ શકશે.

તેમણે કહ્યું કે આ ટાઉનહોલમાં ઈ-20ના મુદ્દે રસ ધરાવતા તમામ નિષ્ણાતો, ઈ-20થી પ્રભાવિત લોકો તેમજ જેમના વાહનોને નુકસાન થયું હોવાનું તેઓ માને છે, તેવા તમામ લોકોને એક જ મંચ પર લાવવામાં આવશે અને દરેકને પોતાના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવશે. સાથે જ આ મુદ્દે સરકાર પર દબાણ કેવી રીતે લાવવું અને ઈ-20ની નીતિ પાછી ખેંચાવવા માટે આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે.

2 લાખથી વધુ પત્રો સાથે વડાપ્રધાનના નિવાસસ્થાને જશે

અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરી કે તેઓ મોટી સંખ્યામાં ટાઉનહોલમાં ભાગ લે. ઇચ્છુક લોકો પ્રત્યક્ષ પણ આવી શકે છે અને વર્ચ્યુઅલ રીતે પણ જોડાઈ શકે છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે તેમણે વડાપ્રધાનના નામે એક ઑનલાઇન પિટિશન પણ શરૂ કરી હતી. તેમાં અત્યાર સુધી 2 લાખથી વધુ પત્રો પ્રાપ્ત થયા છે. આ પત્રો સાથે તેઓ આગામી અઠવાડિયે વડાપ્રધાનના નિવાસસ્થાને પણ જશે.

Share This Article