Cyber Fraud Crackdown: દિલ્હી પોલીસની ડિજિટલ સ્ટ્રાઈક: ‘ઓપરેશન સાયહૉક’ માં ૧૦૦૦થી વધુ સાયબર ઠગ ઝડપાયા; મની લોન્ડરિંગ અને ક્રિપ્ટોકરન્સી ફ્રોડના મોટા સિન્ડિકેટનો પર્દાફાશ!

Arati Parmar
3 Min Read

Cyber Fraud Crackdown: દિલ્હી પોલીસે સાયબર છેતરપિંડીના નેટવર્ક પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા ‘ઓપરેશન સાયહૉક’ (CyHawk) હેઠળ ૧,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ફેલાયેલા સંગઠિત સાયબર ફ્રોડ સિન્ડિકેટ્સને ખતમ કરવા માટે ચલાવવામાં આવ્યું હતું.

ઓપરેશન સાયબર હૉક ૩.૦

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસે સાયબર અપરાધ વિરુદ્ધના અભિયાનના ત્રીજા તબક્કામાં ઓપરેશન સાયબર હૉક ૩.૦ હેઠળ ૫૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. ઓપરેશન સાયબર હૉક ૩.૦નો હેતુ ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય સંગઠિત સાયબર છેતરપિંડીના નેટવર્કને તોડવાનો છે. આ કાર્યવાહીમાં અદ્યતન તકનીકી તપાસ, રીઅલ-ટાઇમ ગુપ્ત માહિતી, નાણાકીય વ્યવહારોની તપાસ અને સાયબર ક્રાઈમ ગેંગની ઓળખ કરીને તેમને નષ્ટ કરવા માટે ઇન્ટિગ્રેટેડ ઓપરેશન સામેલ છે.

- Advertisement -

સાયબર ગુનેગારો પર લગામ

ઓપરેશન સાયબર હૉક ૩.૦નો ઉદ્દેશ્ય સાયબર ગુનેગારો પર લગામ કસવાનો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે આ ઓપરેશન સાયબર સુરક્ષાને મજબૂત કરવા, નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ડિજિટલ પ્લેટફોર્મના વધતા દુરુપયોગ પર અંકુશ લાવવાની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે. આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રહેશે, જેમાં કડક દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવશે. ગત મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસના પૂર્વી જિલ્લાએ ઓપરેશન સાયબર હૉક હેઠળ દિલ્હીથી મુરાદાબાદ અને ઉત્તર પ્રદેશના બરેલી સુધી સક્રિય એક સાયબર ક્રાઈમ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. મોહમ્મદ વસીમ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર નકલી બેંક ખાતા ચલાવવા અને સાયબર ક્રાઈમમાંથી મેળવેલા નાણાંનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે. આ કાર્યવાહીથી ભારતીય નાણાંને આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી વોલેટમાં મોકલતા એક હાઈ-ટેક નેટવર્કનો ખુલાસો થયો છે.

શું-શું કરવામાં આવ્યું જપ્ત

દિલ્હી પોલીસે આ ઓપરેશન દરમિયાન ₹૪.૭ લાખ રોકડા, ૭ બેંક ડેબિટ કાર્ડ, ૧૪ મોબાઈલ ફોન અને ૨૦ સિમ કાર્ડ જપ્ત કર્યા છે, અને ૬૦૦થી વધુ NRCP ફરિયાદો સાથે જોડાયેલા ૮૫ ગેરકાયદેસર બેંક ખાતાઓ શોધી કાઢ્યા છે. ડિસેમ્બર ૨૦૨૫માં અભિયાનના બીજા તબક્કા દરમિયાન, દિલ્હી પોલીસે ૨૮૪ લોકોની ધરપકડ કરી હતી અને અંદાજે ૨,૯૦૦ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી, જેનાથી ૨૦૦ ટકા સફળતાનો દર હાંસલ થયો હતો, એવો દાવો દિલ્હી પોલીસના અધિકારીઓએ મીડિયા બ્રીફિંગ દરમિયાન કર્યો હતો. આ ઓપરેશન વિશે વાત કરતા, સંયુક્ત પોલીસ કમિશનર (IFSO) રજનીશ ગુપ્તાએ જણાવ્યું કે, ‘દિલ્હી સીપી સતીશ ગોલચાના નેતૃત્વમાં ઓપરેશન સાયહૉકનો પ્રથમ તબક્કો ચલાવવામાં આવ્યો હતો. આનાથી દરરોજ આવતા કોલ્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરેરાશ લગભગ ૩,૬૦૦ કોલ્સની સંખ્યા ઘટીને ૨,૪૦૦ થઈ ગઈ છે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રથમ તબક્કાની સફળતાને કારણે અભિયાનનો બીજો તબક્કો આયોજિત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
Share This Article