Supreme Court: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, બાળક ચોરી થાય તો હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરો!

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Supreme Court:  હૉસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થવા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું કે, ‘જો કોઈ હૉસ્પિટલમાંથી નવજાત શિશુ ચોરાઈ જાય તો સૌ પ્રથમ તે હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરો.’ કોર્ટે દિલ્હી એનસીઆરમાં નવજાત શિશુઓની તસ્કરી કરતી ગેંગના પર્દાફાશ સાથે સંબંધિત સમાચારની નોંધ લઈને આ ટિપ્પણી કરી છે.

‘દિલ્હી ગેંગના ખુલાસાની ઘટના ખૂબ જ આઘાતજનક છે’

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં બાળ તસ્કરીના કેસમાં આદેશ આપ્યો છે અને દિલ્હીમાં આ ગેંગની ધરપકડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે, ‘દિલ્હી ગેંગના ખુલાસાની ઘટના ખૂબ જ આઘાતજનક છે અને તેમાં કોર્ટની હસ્તક્ષેપની જરૂર છે.

- Advertisement -
Share This Article