MJ Akbar Returns In PM Modi Team: જાણીતા પત્રકાર અને રાજકારણી એમજે અકબર ફરી એકવાર પીએમ મોદીની ટીમમાં પાછા ફર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે જે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ મોકલવામાં આવી રહ્યું છે તેમાં કેન્દ્ર સરકારે એમજે અકબરને પણ સામેલ કર્યા છે.
Me Tooના આરોપોસર આપ્યું હતું રાજીનામું
સાત વર્ષ પહેલા 2018માં, MeTooના આરોપો બાદ તેમને વિદેશ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. મોદી સરકાર વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે હાથ ધરેલું ઓપરેશન સિંદૂરનું સત્ય જણાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવા જઈ રહી છે. જેમાં એમજે અકબરને સામેલ કર્યા છે.