India Test Captains: ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય હાર્યા નથી આ 4 ભારતીય કપ્તાન, જાણો કોણ-કોણ છે યાદીમાં

Arati Parmar
2 Min Read

India Test Captains: ભારતના 4 ટેસ્ટ કપ્તાન જેમને નેતૃત્વમાં ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નહીં

India Test Captains: ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારા દરેક ખેલાડીનું સપનું ભારતીય ટીમની કપ્તાની કરવાનું હોય છે. જો ટેસ્ટમાં કપ્તાની કરવાની તક મળે તો તે સોનામાં સુગંધ ભળે તેવી વાત છે. ભારત છેલ્લા 94 વર્ષથી ટેસ્ટ મેચ રમી રહ્યું છે. અત્યાર સુધી માત્ર 38 ખેલાડીઓને ટેસ્ટ ટીમની કપ્તાની કરવાની તક મળી છે. તેમાં માત્ર ચાર એવા નામ છે, જેમને પોતાની કપ્તાની દરમિયાન એકપણ હારનો સામનો કરવો પડ્યો નથી. આવો જાણીએ તેમના વિશે.

હેમૂ અધિકારી

- Advertisement -

પૂર્વ બેટ્સમેન હેમૂ અધિકારીએ માત્ર એક જ ટેસ્ટમાં ભારતની કપ્તાની કરી હતી. તે તેમના કારકિર્દીની છેલ્લી ટેસ્ટ પણ હતી. વેસ્ટઇન્ડિઝ સામે દિલ્હીમાં રમાયેલી તે મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી.

રવિ શાસ્ત્રી

- Advertisement -

ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ટેસ્ટમાં ભારતની કપ્તાની કરી હતી. વર્ષ 1988માં દિલીપ વેંગસરકરની ઇજાના કારણે વેસ્ટઇન્ડિઝ સામેની એક ટેસ્ટમાં તેમને કપ્તાની સોંપવામાં આવી હતી. ભારતે તે મેચ 255 રનથી જીતી હતી.

કૃષ્ણમાચારી શ્રીકાંત

- Advertisement -

ભારતીય ટીમ વર્ષ 1989માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. આ જ પ્રવાસ દરમિયાન સચિન તેંડુલકરે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં કૃષ્ણમાચારી શ્રીકાંત ટીમના કપ્તાન હતા. ચારેય ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ તેમને ફરી ક્યારેય ટેસ્ટ કપ્તાની કરવાની તક મળી નહોતી.

અજિંક્ય રહાણે

વર્ષ 2017થી 2021 દરમિયાન અજિંક્ય રહાણેએ 6 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કપ્તાની સંભાળી હતી. આ 6 ટેસ્ટમાં ભારતને 4 જીત મળી હતી, જ્યારે 2 ટેસ્ટ ડ્રો રહી હતી. આ દરમિયાન તેમની કપ્તાનીમાં ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે હરાવ્યું હતું.

Share This Article