DRDO Internship 2026: એન્જિનિયરિંગ અને MSc વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક, જાણો એલિજિબિલિટી, સ્ટાઇપેન્ડ અને એપ્લાય પ્રક્રિયા
DRDO Internship 2026: કોલેજમાં અભ્યાસની સાથે જો કંઈક નવું શીખવા માંગતા હોવ, જે ભવિષ્યમાં કારકિર્દી બનાવવામાં પણ તમારા કામ આવે, તો ઇન્ટર્નશિપ તેનો શ્રેષ્ઠ માર્ગ છે. જે વિદ્યાર્થીઓ સારી જગ્યાએ પેઇડ ઇન્ટર્નશિપની શોધમાં છે, તેમના માટે DRDOમાં જોડાવાની શાનદાર તક છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ પોતાની લેબ માટે નવી ઇન્ટર્નશિપની જાહેરાત કરી છે. તે અંગેની નોટિસ પણ ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જાહેર કરવામાં આવી છે.
હકીકતમાં, DRDOને પોતાની પુણે સ્થિત યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરી (DYSL-QT) માટે ઇન્ટર્નની જરૂર છે. આ લેબ મુખ્યત્વે ક્વોન્ટમ ટેક્નોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ક્વોન્ટમ કમ્યુનિકેશન, સેન્સિંગ વગેરે પર કાર્ય કરે છે. આવી સ્થિતિમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, જેમને આ ફીલ્ડમાં રસ છે, તેમના માટે અહીં શીખવાની ઉત્તમ તક ઉપલબ્ધ રહેશે. 6 મહિનાની ઇન્ટર્નશિપ દરમિયાન સ્ટુડન્ટ્સને ટ્રેનિંગની સાથે દર મહિને સ્ટાઇપેન્ડ પણ મળશે.
DRDO ઇન્ટર્નશિપમાં કોણ એપ્લાય કરી શકે?
- DRDOની આ ઇન્ટર્નશિપમાં અંડર ગ્રેજ્યુએટ એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર અથવા MSc ફિઝિક્સના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે.
- અંડર ગ્રેજ્યુએટ એન્જિનિયર કેટેગરીમાં ઉમેદવાર હાલમાં ડિગ્રી કોર્સના 7મા અથવા 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર કેટેગરીમાં MTech સેકન્ડ યર ફુલ ટાઇમ કોર્સમાં ઓપ્ટિક્સ અથવા ક્વોન્ટમ મિકેનિક્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે.
- ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીના સેમેસ્ટરમાં ઉમેદવારોના માર્ક્સ 70% અથવા 7.0 સ્કેલથી વધુ હોવા જોઈએ.
- ઉમેદવારની ઉંમર 28 વર્ષથી ઓછી હોવી જોઈએ.
ઇન્ટર્નશિપની બ્રાન્ચ
- BTech/MTech: BTechમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE), મિકેનિકલ એન્જિનિયરિંગ (3D ડિઝાઇનિંગ), કમ્પ્યુટર સાયન્સ BTechના 7મા અથવા 8મા સેમેસ્ટર અથવા MTechના 3rd અથવા 4th સેમેસ્ટરના વિદ્યાર્થીઓ.
- MSc: MSc ફિઝિક્સ
- MTech ફિઝિક્સ: ફિઝિક્સમાં MTech, એપ્લાઇડ ફિઝિક્સ અથવા એન્જિનિયરિંગ ફિઝિક્સ
DRDO ઇન્ટર્નશિપમાં બેઠકો કેટલી છે?
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા | ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) |
| લેબ | DRDO યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરી (DYSL-QT) |
| ઇન્ટર્નશિપની બેઠકો | 05 |
| ઓફિશિયલ વેબસાઇટ | drdo.gov.in |
| એપ્લાય કરવાની છેલ્લી તારીખ | 20 ઓગસ્ટ 2026 |
| ઇન્ટર્નશિપનો સમયગાળો | 6 મહિના |
| ઇન્ટર્નશિપનું લોકેશન | DYSL, QT, ગિરીનગર, પુણે 411025 |
| સ્ટાઇપેન્ડ | ₹5000 પ્રતિ મહિનો (ટોટલ ₹30,000) |
| DRDO ઇન્ટર્નશિપની નોટિસ | DRDO DYSL QT Internship 2026 Notice PDF |
| પસંદ થયેલા ઉમેદવારોને માહિતી ક્યારે મળશે | 25 ઓગસ્ટ 2026 |
| ઇન્ટર્નશિપ ટ્રેનિંગની શરૂઆત | 1 સપ્ટેમ્બર 2026 |
ઇન્ટર્નશિપમાં સિલેક્શન કેવી રીતે થશે?
- DRDOની આ ઇન્ટર્નશિપમાં ઉમેદવારોની પસંદગી અગાઉના તમામ સેમેસ્ટરમાં મેળવેલા માર્ક્સના આધારે શોર્ટલિસ્ટિંગ દ્વારા કરવામાં આવશે.
- આ ઉપરાંત ટેલિફોનિક ઇન્ટરવ્યૂ, પર્સન ઇન્ટરેકશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવશે.
- તેના માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
- ઉમેદવારોએ ડોક્યુમેન્ટ્સ સાથે 300થી વધુ શબ્દોમાં પોતાનું બ્રીફ બાયો ડેટા પણ લખવાનું રહેશે.
- તેની સાથે એવોર્ડ, પ્રોફેશનલ મેમ્બરશિપ વગેરે હોય તો તેનો પણ ઉલ્લેખ કરી શકે છે.
DRDO ઇન્ટર્નશિપમાં કેવી રીતે એપ્લાય કરવું?
- આ ઇન્ટર્નશિપ માટે ઓફલાઇન એપ્લિકેશન ફોર્મ ભરીને લેબમાં મોકલવાનું રહેશે. તેના માટે નોટિફિકેશનમાંથી એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ ડાઉનલોડ કરી લો.
- ત્યારબાદ પોતાનું નામ, જન્મતારીખ, આધાર નંબર, કોલેજનું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર, ડિસિપ્લિન, બ્રાન્ચ કોડ, ડિગ્રી, અચીવમેન્ટ, પરમેનેન્ટ એડ્રેસ, લોકલ એડ્રેસ અને ઇમેલ ID ભરો.
- ત્યારબાદ નીચે સ્થળ અને તારીખ લખીને પોતાના હસ્તાક્ષર કરો.
- ફોર્મ સાથે અંડરટેકિંગ અને કોલેજ લેટરહેડ પર પ્રિન્સિપલ અથવા ડિરેક્ટરના હસ્તાક્ષર પણ હોવા જોઈએ.
- સંપૂર્ણ ભરેલું એપ્લિકેશન ફોર્મ સ્પીડ પોસ્ટ દ્વારા ‘ડિરેક્ટર, DYSL-QT, હોલ નંબર 01, ગ્રાઉન્ડ ફ્લોર, DIAT કેમ્પસ, ગિરીનગર, પુણે 411025’ સરનામે પોતાની બ્રાન્ચનો ઉલ્લેખ કરીને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપો.
એપ્લિકેશન ફોર્મ અને સિલેક્શનના કોઈપણ સ્ટેજ માટે કોઈ એપ્લિકેશન ફી રાખવામાં આવી નથી. ઇન્ટર્નશિપનો સમયગાળો પૂર્ણ કરનારા સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે ભવિષ્યમાં નોકરી વગેરેમાં તેમના કામ આવશે અને તેમના રિઝ્યૂમેનું મૂલ્ય પણ વધારશે.

