India vs Sri Lanka Test: શ્રીલંકા સામે સૌથી વધુ વિકેટ લેનારા 5 મહાન બોલરોની યાદીમાં બે ભારતીયો ટોપ-3માં

Arati Parmar
2 Min Read

India vs Sri Lanka Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 15 ઓગસ્ટથી થવાની છે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે પોતાના શાનદાર રેકોર્ડને આ સિરીઝમાં પણ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ચાલો તમને એવા પાંચ બોલરોના નામ જણાવીએ, જેમણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ લીધી છે.

મુથૈયા મુરલીધરન

ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેનારા એકમાત્ર બોલર મુથૈયા મુરલીધરન ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. મુરલીધરને ભારત સામે રમાયેલી 22 ટેસ્ટમાં કુલ 105 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે 7 વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.

- Advertisement -

અનિલ કુંબલે

ભારત તરફથી શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે નોંધાયેલો છે. કુંબલેએ શ્રીલંકા સામે રમાયેલી 18 ટેસ્ટ મેચોમાં કુલ 74 વિકેટ ઝડપી છે. તેમણે 4 વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે. કુંબલેનો બોલિંગ એવરેજ 31.20 રહ્યો છે.

આર અશ્વિન

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં આર અશ્વિન ત્રીજા સ્થાને છે. અશ્વિને 11 ટેસ્ટ મેચોમાં શ્રીલંકા સામે 62 વિકેટ ઝડપી છે. તેમણે 3 વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે અને શ્રીલંકા સામે 46 રન આપીને 6 વિકેટ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

- Advertisement -

હરભજન સિંહ

શ્રીલંકા સામે 16 ટેસ્ટ મેચોમાં 53 વિકેટ લઈને હરભજન સિંહ આ યાદીમાં ચોથા સ્થાને છે. હરભજનનો આ દરમિયાન બોલિંગ એવરેજ 39.77 રહ્યો હતો અને તેમણે 2 વખત એક જ ઇનિંગ્સમાં શ્રીલંકાના પાંચ બેટરોને પેવેલિયન મોકલ્યા હતા. હરભજને શ્રીલંકા સામે 62 રન આપીને 7 વિકેટ ઝડપી હતી, જે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.

કપિલ દેવ

ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન કપિલ દેવને પોતાના કરિયર દરમિયાન શ્રીલંકા સામે બોલિંગ કરવી ખૂબ અનુકૂળ રહી હતી. તેમણે 14 ટેસ્ટ મેચોમાં 26.55ની એવરેજથી 45 વિકેટ ઝડપી હતી. 110 રન આપીને 5 વિકેટ કપિલ દેવનું શ્રીલંકા સામેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.

- Advertisement -
Share This Article