સાવધાન AUTO PAY: સુવિધા કે તમારા ખિસ્સામાંથી ચુપચાપ પૈસા કાઢતી સિસ્ટમ? હિસાબ કરી જો જો..

Arati Parmar
3 Min Read

સાવધાન AUTO PAY: સુવિધા કે તમારા ખિસ્સામાંથી ચુપચાપ પૈસા કાઢતી સિસ્ટમ? હિસાબ કરી જો જો..

મોબાઇલમાં એક વખત “Auto Pay / Subscribe / Free Trial” પર ક્લિક કર્યું…
અને પછી આપણે ભૂલી ગયા.

- Advertisement -

પણ બેંક ભૂલતી નથી!

Netflix, OTT, Music App, Cloud Storage, Dating App, Fitness App, News Subscription, Software, Insurance, EMI, Membership…
આવી કેટલીય સેવાઓમાં એક વખત Auto Pay ચાલુ કર્યા પછી દર મહિને, દર વર્ષે અથવા નક્કી કરેલા સમયગાળે પૈસા આપમેળે કપાતા રહે છે.

- Advertisement -

સૌથી ખતરનાક બાબત શું?

₹99, ₹149, ₹199, ₹299 જેવી નાની રકમ જોઈને આપણે ધ્યાન જ આપતા નથી.

- Advertisement -

પણ ગણતરી કરો…

₹199 × 12 = ₹2,388 વર્ષના

જો આવી 5 subscriptions ચાલુ હોય તો?

₹11,940 વર્ષના!

અને ઘણી વખત આપણને ખબર પણ નથી પડતી કે આ પૈસા ક્યાં જઈ રહ્યા છે.

સૌથી મોટો trap: “Free Trial”

ઘણી જગ્યાએ લખેલું હોય છે—

“7 Days Free Trial”

અપણે trial લેવા માટે card/UPI details આપીએ છીએ.

Trial પૂરો થયા પછી subscription Auto Renew થઈ જાય છે.

અપણે ભૂલી ગયા…
પણ system ભૂલતું નથી.

“હું તો આ App વાપરતો જ નથી!”

એથી payment બંધ થતું નથી.

Subscription તમે વાપરો છો કે નહીં એ મહત્વનું નથી; Auto Pay active છે કે નહીં એ મહત્વનું છે.

એટલે એક વર્ષ પહેલાં લીધેલી કોઈ service આજે પણ તમારા accountમાંથી પૈસા ખેંચી રહી હોઈ શકે છે.

🔥 અને સૌથી મોટો ભ્રમ…

ઘણા લોકો માને છે કે—

“પૈસા આપમેળે કપાયા એટલે scam હશે.”

એવું જરૂરી નથી.

Auto Pay/e-mandate એક કાયદેસર payment mechanism છે. RBIએ recurring transactions માટે નિયમો બનાવ્યા છે અને સામાન્ય recurring payments માટે debit પહેલાં pre-debit notificationની જોગવાઈ છે.

પરંતુ તમારી બેદરકારીને કારણે legitimate subscription પણ ‘ચુપચાપ ચાલતો ખર્ચ’ બની શકે છે.

આજે જ 5 મિનિટ કાઢો

તમારા:

• Bank Statement
• Credit Card Statement
• UPI AutoPay / Mandates
• Google Play Subscriptions
• Apple Subscriptions
• OTT અને અન્ય Apps

ચેક કરો.

કઈ subscription ચાલુ છે?
કેટલા પૈસા કપાય છે?
ક્યારે કપાય છે?
તમને ખરેખર તેની જરૂર છે?

જેની જરૂર નથી તેને Cancel / Revoke કરો.

અને માત્ર App delete કરી દેવાથી subscription બંધ થઈ ગઈ એવું માની લેવું નહીં.

App delete ≠ Subscription Cancel

આ વાત ખાસ યાદ રાખજો.

કારણ કે આજના ડિજિટલ યુગમાં મોટી લૂંટ હંમેશા મોટી રકમથી નથી થતી…

ક્યારેક ₹99-₹199 કરીને આખું વર્ષ તમારા ખિસ્સામાંથી હજારો રૂપિયા બહાર નીકળી જાય છે.

👉 આજે જ તમારું Auto Pay ચેક કરો. કદાચ તમને પોતાને પણ ખબર નહીં હોય કે તમે કોને પૈસા આપી રહ્યા છો!

Share This Article