Dimgi Naxal Party: કોકરોચ બાદ હવે દીમાગી નકસલ પાર્ટી શુ દરેક મુદ્દે નવી પાર્ટી? તો આવી પાર્ટીઓ તેનુ મહત્વ ગુમાવી દેશે..એક આંદોલન સફળ થયુ તો બીજા પણ ચાલી જશે તેમ માની ન લેવાય .

Arati Parmar
2 Min Read

Dimgi Naxal Party: કોકરોચ બાદ હવે દીમાગી નકસલ પાર્ટી શુ દરેક મુદ્દે નવી પાર્ટી? તો આવી પાર્ટીઓ તેનુ મહત્વ ગુમાવી દેશે..એક આંદોલન સફળ થયુ તો બીજા પણ ચાલી જશે તેમ માની ન લેવાય .

આજે કોઈ નીતિ સામે વિરોધ થયો તો એક પાર્ટી…
કોઈ ચુકાદો ગમ્યો નહીં તો બીજી પાર્ટી…
કોઈ નેતાનું નિવેદન પસંદ ન આવ્યું તો ત્રીજી પાર્ટી…
અને હવે તો સોશિયલ મીડિયા પર કોઈ નવો નારો ટ્રેન્ડ થાય એટલે તેના નામે પણ “પાર્ટી” બનાવવાની ચર્ચા!

- Advertisement -

CJIના નિવેદન પછી “દિમાગી નક્સલ પાર્ટી” જેવી વાતો ચર્ચામાં આવી રહી છે. પરંતુ અહીં સવાલ કોઈ એક નામનો નથી… સવાલ તો આખી માનસિકતાનો છે.

યુવાનોમાં પ્રશ્નો ઉઠે, સત્તાને સવાલ કરવામાં આવે, અન્યાય સામે અવાજ ઉઠે — આ લોકશાહીની તાકાત છે.

- Advertisement -

પરંતુ દરેક મુદ્દા માટે અલગ પાર્ટી બનાવવી શરૂ થઈ જાય તો?

આજે એક મુદ્દો…
કાલે બીજો મુદ્દો…
પરમ દિવસે ત્રીજો મુદ્દો…

- Advertisement -

તો પછી રાજકીય પક્ષ અને માત્ર એક મુદ્દાના આંદોલન વચ્ચેનો તફાવત શું રહેશે?

રાજકીય પાર્ટી માત્ર ગુસ્સો વ્યક્ત કરવા માટે બનતી નથી.
તેની પાસે વિચારધારા, નીતિ, અર્થવ્યવસ્થા, શિક્ષણ, રોજગાર, સુરક્ષા, વિદેશનીતિ, ખેતી અને દેશના ભવિષ્યનું સ્પષ્ટ વિઝન હોવું જોઈએ.

યુવાનોને કોઈ પક્ષ ગમતો ન હોય તો નવો વિકલ્પ ઉભો કરવો એ લોકશાહીનો અધિકાર છે.
પરંતુ દરેક વાયરલ મુદ્દાને પાર્ટીમાં ફેરવી દેવાની ઉતાવળ આખરે રાજકારણને ગંભીર ચર્ચાથી દૂર લઈ જઈ શકે છે.

કારણ કે લોકશાહીમાં જરૂરી નથી કે દરેક વિરોધી વ્યક્તિ નવી પાર્ટી બનાવે.

ક્યારેક સવાલ પૂછવો પૂરતો હોય છે.
ક્યારેક ચૂંટણીમાં મત બદલવો પૂરતો હોય છે.
ક્યારેક આંદોલન કરવું પૂરતું હોય છે.
અને ક્યારેક તો પોતાના પક્ષની અંદર રહીને જ વિરોધ કરવો વધુ અસરકારક હોય છે.

યુવાનો રાજકારણમાં આવે ખૂબ જરૂરી છે.
પરંતુ યુવાનો દરેક મુદ્દાને પાર્ટીમાં ફેરવે — એ જરૂરી નથી.

નહીં તો એક દિવસ સ્થિતિ એવી આવશે કે દેશમાં પાર્ટીઓ વધારે હશે અને સ્પષ્ટ વિચારધારા ઓછી!

સવાલ એ નથી કે નવી પાર્ટી કેટલી બનશે…
સવાલ એ છે કે દેશ માટે લાંબા ગાળે વિચારનાર રાજકીય વિકલ્પ કેટલા બનશે?

લોકશાહીને માત્ર નવા નામોની નહીં, નવા વિચારોની જરૂર છે.

Share This Article