Huawei EV Charging Technology: Huaweiની નવી 720 kW EV ચાર્જિંગ ટેક્નોલોજી, માત્ર 5 મિનિટમાં 200 કિમી સુધીની રેન્જનો દાવો

Arati Parmar
3 Min Read

Huawei EV Charging Technology: ટેક જાયન્ટ કંપની Huaweiએ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે નવી અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે આ સિસ્ટમ ઇલેક્ટ્રિક કાર્સ (EVs)ને માત્ર 5 મિનિટ ચાર્જ કરીને 200 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. જર્મનીના મ્યુનિકમાં આયોજિત Power2Drive ઇવેન્ટ દરમિયાન રજૂ કરવામાં આવેલી આ ટેક્નોલોજી ડાયરેક્ટ-કરન્ટ (DC) અને લિક્વિડ-કૂલ્ડ આર્કિટેક્ચર પર કામ કરે છે, જેના કારણે સ્થાનિક વીજળી ગ્રિડ પર કોઈ ભારે બોજ નાખ્યા વિના વાહનોને ઝડપથી ચાર્જ કરી શકાય છે. ચાલો તમને આ રેવોલ્યુશનરી અલ્ટ્રા-ફાસ્ટ EV ચાર્જિંગ ટેક્નોલોજી વિશે વિગતવાર જણાવીએ.

92% એફિશિયન્સી અને વીજળી ગ્રિડ પર કોઈ દબાણ નહીં

  • DC-ટુ-DC ડાયરેક્ટ કનેક્શન – પરંપરાગત ચાર્જિંગ સિસ્ટમમાં વીજળીને ઘણી વખત કન્વર્ટ (ACથી DC) કરવી પડે છે, જેના કારણે ઊર્જાનું નુકસાન થાય છે. Huaweiની નવી સિસ્ટમ બેટરી સ્ટોરેજને સીધી DC બસ સાથે જોડે છે, જેના કારણે તેની ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી 92.1% સુધી પહોંચી જાય છ.
  • ઓછા પાવર કનેક્શનની જરૂર – ઇન્ટરેસ્ટિંગ એન્જિનિયરિંગના રિપોર્ટ (Ref) અનુસાર આ સિસ્ટમ પોતાની અંદરની બેટરીમાંથી વીજળી લઈને હાઇ-સ્પીડ ચાર્જિંગ આપે છે. તેના કારણે ચાર્જિંગ સ્ટેશન માત્ર 50 કિલોવોટ (kW)ના સામાન્ય ગ્રિડ કનેક્શન પર પણ કામ કરી શકે છે.
  • ઇન્સ્ટોલેશનમાં ઓછો સમય – તેના ઇન્સ્ટોલેશનમાં પણ ઓછો સમય લાગે છે. કારણ કે ભારે વીજળી કનેક્શન અથવા ગ્રિડ વિસ્તરણની પરવાનગી લેવાની જરૂર પડતી નથી. તેથી ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં ઓછો સમય લાગે છે.

720 kW પાવર અને લિક્વિડ-કૂલિંગ ટેક્નોલોજી

  • આઉટપુટ – આ સંપૂર્ણ પ્લેટફોર્મ 150Vથી 1,000Vની ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ પર કામ કરે છે અને મહત્તમ 720 કિલોવોટ (kW) સુધીનું પાવર આઉટપુટ આપવામાં સક્ષમ છે.
  • લિક્વિડ-કૂલિંગથી સુરક્ષા અને ઓછો અવાજ – ચાર્જિંગ યુનિટ્સ, કેબલ્સ અને ડિસ્પેન્સર્સને ઠંડા રાખવા માટે સીલબંધ લિક્વિડ-કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંદરના ઇલેક્ટ્રોનિક્સને ધૂળ, ભેજ અને મીઠાથી સુરક્ષિત રાખે છે, જેના કારણે તેની લાઇફ 10 વર્ષ સુધી વધી જાય છે.
  • ઓછો અવાજ – લિક્વિડ-કૂલિંગના કારણે ચાર્જિંગ દરમિયાન અવાજ 55 ડેસિબલથી પણ ઓછો રહે છે. તેને TÜV સેફ્ટી સર્ટિફિકેશન પણ મળ્યું છે.

સ્માર્ટ પાવર-શેરિંગ સિસ્ટમ

આ નેટવર્ક એક ઓટોમેટેડ પાવર-શેરિંગ મેટ્રિક્સનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ છે કે જ્યારે એકસાથે અનેક વાહનો પ્લગ-ઇન હશે, ત્યારે આ સિસ્ટમ પોતાની રીતે જરૂરિયાત અનુસાર વીજળીને તમામ વાહનોમાં યોગ્ય રીતે વહેંચી દેશે, જેના કારણે ઓવરઓલ એફિશિયન્સી 96% જળવાઈ રહે છે.

- Advertisement -

બેટરી ટેક્નોલોજીમાં પણ થઈ રહ્યો છે સુધારો

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે EV બેટરીઝમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે. ચીનની Hongqi બ્રાન્ડે તાજેતરમાં એક પ્રોટોટાઇપ બેટરીનું પરીક્ષણ કર્યું છે. આ બેટરી માત્ર 3 મિનિટ 41 સેકન્ડમાં 10%થી 70% અને માત્ર 8 મિનિટ 3 સેકન્ડમાં 10%થી 97% ચાર્જ થઈ શકે છે. Huaweiની આ નવી EV ચાર્જિંગ ટેક્નોલોજી અને એડવાન્સ બેટરી મળીને ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનો ચાર્જિંગ સમય લગભગ પેટ્રોલ-ડીઝલ ભરાવવા જેટલો જ ઝડપી બનાવી શકે છે.

Share This Article