HURL Recruitment 2026: સરકારી કંપનીમાં ઓફિસર બનવા માંગતા હો, તો તમારા માટે સારી તક છે. હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ કેમિકલ્સ લિમિટેડ (HURL) કંપનીએ એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ કેડરમાં વિવિધ પદો પર ખાલી જગ્યાઓ જાહેર કરી છે. MBBS કરી ચૂકેલા ઉમેદવારોને પણ આ ભરતીમાં સારા પગારની નોકરી મેળવવાની તક મળી રહી છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ jobse4.hurl.net.in પર ચાલી રહી છે. ફોર્મ ભરવામાં વધારે વિલંબ ન કરો કારણ કે છેલ્લી તારીખ ખૂબ નજીક છે.
હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ કેમિકલ્સ લિમિટેડ (HURL) ભારતની મુખ્ય સરકારી ક્ષેત્રની ખાતર બનાવતી કંપની છે. આ CIL, NTPC, IOCL, FCIL અને HFCLનું સંયુક્ત સાહસ છે. કંપની અનુભવી અને લાયક ઉમેદવારોની શોધમાં છે. આ ભરતી દ્વારા પ્રોસેસ એન્જિનિયરિંગ, યુરિયા, એમોનિયા, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, IT, હ્યુમન રિસોર્સ, માર્કેટિંગ અને મેડિકલ જેવા ડિસિપ્લિનમાં ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. દરેક માટે લાયકાત અને ઉંમર સંબંધિત નિયમો પણ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યા છે.
HURLમાં વેકેન્સી અને લાયકાત
| ડિસિપ્લિન | પદનું નામ | વેકેન્સી | લાયકાત અને અનુભવ |
|---|---|---|---|
| પ્રોસેસ એન્જિનિયરિંગ | એન્જિનિયર, સિનિયર એન્જિનિયર | 05 | કેમિકલ/કેમિકલ ટેક્નોલોજીમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ફુલ ટાઇમ રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી. એન્જિનિયર માટે 2 વર્ષ અને સિનિયર એન્જિનિયર પદ માટે સંબંધિત ક્ષેત્રમાં 04 વર્ષનો અનુભવ હોવો જોઈએ. |
| O&U | એન્જિનિયર, સિનિયર એન્જિનિયર | 05 | કેમિકલ/કેમિકલ ટેક્નોલોજી/મિકેનિકલમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ફુલ ટાઇમ રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી. એન્જિનિયર પદ માટે 02 વર્ષ અને સિનિયર એન્જિનિયર માટે 04 વર્ષનો અનુભવ સંબંધિત ક્ષેત્રમાં મેળવેલો હોવો જોઈએ. |
| એમોનિયા | એન્જિનિયર, સિનિયર એન્જિનિયર | 03 | કેમિકલ/કેમિકલ ટેક્નોલોજી/મિકેનિકલમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ફુલ ટાઇમ રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી. એમોનિયા, યુરિયા ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત 02 અને 04 વર્ષનો અનુભવ. |
| યુરિયા | એન્જિનિયર, સિનિયર એન્જિનિયર | 05 | કેમિકલ/કેમિકલ ટેક્નોલોજી/મિકેનિકલમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ફુલ ટાઇમ રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી. એમોનિયા-યુરિયા, ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી, યુરિયા પ્લાન્ટ ઓપરેશનમાં 02 અને 04 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ. |
| ઇલેક્ટ્રિકલ | એન્જિનિયર, સિનિયર એન્જિનિયર | 02 | ઇલેક્ટ્રિકલમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ફુલ ટાઇમ રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી સાથે HT & LT પાવર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ, ટ્રબલશૂટિંગ અને મેન્ટેનન્સમાં એન્જિનિયર પદ માટે 02 વર્ષ અને સિનિયર એન્જિનિયર માટે 04 વર્ષનો અનુભવ હોવો જોઈએ. |
| મિકેનિકલ | એન્જિનિયર, સિનિયર એન્જિનિયર | 02 | મિકેનિકલમાં 60 ટકા ગુણ સાથે ફુલ ટાઇમ રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. રોટેટિંગ મશીનના ટ્રબલશૂટિંગ અને મેન્ટેનન્સ, સ્ટેટિક ઇક્વિપમેન્ટ વગેરે ક્ષેત્રમાં 02 અને 04 વર્ષનો એક્સપીરિયન્સ મેળવેલો હોવો જોઈએ. |
| IT (SAP FICO મોડ્યુલ અને IT SAO MM મોડ્યુલ) | સિનિયર મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર | 02 | કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં 60 ટકા ગુણ સાથે રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. સિનિયર એન્જિનિયર માટે સંબંધિત ક્ષેત્રમાં 04 વર્ષ અને આસિસ્ટન્ટ મેનેજર માટે 07 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ. |
| IT (SAP SD મોડ્યુલ) | સિનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ મેનેજર | 01 | કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં 60% ગુણ સાથે ફુલ ટાઇમ એન્જિનિયરિંગ ડિગ્રી. SAP SD મોડ્યુલમાં પદ મુજબ 04થી 07 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ. |
| હ્યુમન રિસોર્સ (HR) | ઓફિસર, સિનિયર ઓફિસર | 05 | ફુલ ટાઇમ MBA, 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ MBA/02 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા HRM અથવા પર્સનલ મેનેજમેન્ટ અથવા પર્સનલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન અથવા LLBની ડિગ્રી 60 ટકા ગુણ સાથે પૂર્ણ કરેલી હોવી જોઈએ. પોસ્ટ ક્વોલિફિકેશન 02 અને 04 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ. |
| માર્કેટિંગ | ઓફિસર, સિનિયર ઓફિસર | 03 | BSc એગ્રીકલ્ચર સાથે MSc એગ્રીકલ્ચર ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે અથવા BSc (એગ્રી)/BTech સાથે ફુલ ટાઇમ MBA/PGDBM 60 ટકા ગુણ સાથે કરેલું હોવું જોઈએ. પદ મુજબ સંબંધિત ક્ષેત્રમાં 02 અને 04 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ. |
| મેડિકલ | ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર | 02 | મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી MBBS ડિગ્રી સાથે ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ ટ્રેનિંગમાં ઓછામાં ઓછા 3 મહિનાનું સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ અથવા MBBS સાથે ઇન્ડસ્ટ્રિયલ હેલ્થમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ મેડિકલ ક્ષેત્રમાં પદ મુજબ 05થી 09 વર્ષનો હોવો જોઈએ. આ પદ ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રેક્ટ (FTC) આધાર પર ભરવામાં આવશે. |
HURL નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ક્વોલિફિકેશન
| ડિસિપ્લિન | પદનું નામ | વેકેન્સી | લાયકાત અને એક્સપીરિયન્સ |
|---|---|---|---|
| O&U | જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (II) ગ્રેડ-2 | 06 | ત્રણ વર્ષનો ફુલ ટાઇમ ડિપ્લોમા કેમિકલ/કેમિકલ ટેક્નોલોજી/મિકેનિકલ અથવા 3 વર્ષની BSc ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે પૂર્ણ કરેલી હોવી જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં 05 વર્ષનો અનુભવ હોવો જોઈએ. |
| એમોનિયા | જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (II) ગ્રેડ 2 | 07 | ત્રણ વર્ષનો ફુલ ટાઇમ ડિપ્લોમા કેમિકલ/કેમિકલ ટેક્નોલોજી અથવા ત્રણ વર્ષની BSc ડિગ્રી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ સાથે 50 ટકા ગુણ સાથે કરેલી હોવી જોઈએ. 05 વર્ષનો વર્ક એક્સપીરિયન્સ પણ મેળવેલો હોવો જોઈએ. |
| યુરિયા | જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (II) ગ્રેડ-2 | 03 | ત્રણ વર્ષનો ફુલ ટાઇમ ડિપ્લોમા કેમિકલ/કેમિકલ ટેક્નોલોજી અથવા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સમાં 50 ટકા ગુણ સાથે BScની 03 વર્ષની ફુલ ટાઇમ ડિગ્રી કરેલી હોવી જોઈએ. 05 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. |
| યુરિયા પ્લાન્ટ હેન્ડલિંગ (UPH) ઓપરેશન્સ | જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (II), ગ્રેડ-2 | 08 | મિકેનિકલ/કેમિકલમાં ત્રણ વર્ષનો ફુલ ટાઇમ ડિપ્લોમા 50 ટકા ગુણ સાથે કરેલો હોવો જોઈએ અને 05 વર્ષ સંબંધિત ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ. |
| ઇન્સ્ટ્રુમેન્ટેશન | જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (II) ગ્રેડ-2 | 12 | ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ અથવા પ્રોસેસ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલમાં 50 ટકા સાથે ફુલ ટાઇમ ડિપ્લોમા કરેલો હોવો જોઈએ અને 05 વર્ષનો અનુભવ હોવો જોઈએ. |
| ક્વોલિટી એશ્યોરન્સ એન્ડ ઇન્સ્પેક્શન (મિકેનિકલ) | જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (II) ગ્રેડ-2 | 07 | મિકેનિકલમાં ત્રણ વર્ષનો ફુલ ટાઇમ ડિપ્લોમા 50 ટકા ગુણ સાથે પૂર્ણ કરેલો હોવો જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં 05 વર્ષનો અનુભવ હોવો જોઈએ. |
તમામ પદો માટે એજ લિમિટ પદ મુજબ 30થી 47 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક અને ઉંમર બંને લાયકાત પૂર્ણ કરતા ઉમેદવારો ભરતીમાં અરજી કરી શકે છે. ઉંમર અને અનુભવની ગણતરી 30 જૂન 2026ના આધારે કરવામાં આવશે.
કયા પદ પર કેટલો પગાર મળશે?
HURLમાં જોડાયા બાદ ઉમેદવારોને પદ મુજબ પગાર મળશે. આ કેડર અનુસાર રહેશે. એક્ઝિક્યુટિવ કેડરમાં આસિસ્ટન્ટ મેનેજર E-2 ગ્રેડ પર ₹50000-₹160000/- પ્રતિ મહિના સુધીનો પગાર મળશે. જ્યારે E-1 A સિનિયર એન્જિનિયર/સિનિયર ઓફિસરને ₹45000-₹150000 અને E-1 એન્જિનિયર/ઓફિસરને ₹40000-₹140000 સુધીનું વેતન મળશે.
નોન-એક્ઝિક્યુટિવ L0 ગ્રેડમાં જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ (II) ગ્રેડ-2ને ₹25000-₹86400/- સુધીનો માસિક પગાર મળશે. ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રેક્ટ (FTC) આધાર પર પણ તમામનો પગાર અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. ઓફિસરને ₹40000-₹140000, આસિસ્ટન્ટ મેનેજરને ₹50000-₹160000 અને ડેપ્યુટી મેનેજરના પદ પર ₹60000-₹180000 વેતન નક્કી કરવામાં આવ્યું છે.
26 ઓગસ્ટ છેલ્લી તારીખ
- HURLની આ નવી ભરતીમાં યોગ્ય ઉમેદવારો છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તેના માટે ઓફિશિયલ વેબસાઇટ jobse4.hurl.net.in પર જઈને પહેલાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
- તેના માટે સંબંધિત ભરતીની જાહેરાત પર જઈને Click to register ની લિંક પર જવું પડશે.
- હવે પોતાનું નામ, પિતાનું નામ, માતાનું નામ, મોબાઇલ નંબર, પરમેનન્ટ એડ્રેસમાં શહેર, જિલ્લો, રાજ્ય અને પિનકોડની માહિતી ભરવી. ત્યારબાદ Save & Next પર ક્લિક કરીને અન્ય માહિતી ભરવી. બેઝિક માહિતી ભર્યા બાદ ફોટો અને સહી અપલોડ કરવી, અનુભવ અને લાયકાત સંબંધિત માહિતી ભર્યા બાદ ફોર્મનું પ્રિવ્યૂ કરવું અને ફાઇનલ સબમિટ કરવું. ફોટો અને સહી મહત્તમ 1 MBમાં jpg/jpeg ફોર્મેટમાં અપલોડ કરવા.
- અન્ય ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવા અને ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટઆઉટ પણ કાઢી લેવો.
ઓનલાઈન અરજી 26 ઓગસ્ટ 2026 સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ એપ્લિકેશન વિન્ડો બંધ થઈ જશે. ભરતી સાથે જોડાયેલી અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો HURLની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

