Harmanpreet Kaur Slow Batting: હરમનપ્રીત કૌરના નામે આ કેવો શરમજનક રેકોર્ડ, શરમજનક યાદીમાં બે વખત આવ્યું નામ, એશિયા કપ ફાઇનલમાં શું કરશે?

Arati Parmar
2 Min Read

Harmanpreet Kaur Slow Batting: ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે બાંગ્લાદેશ સામે ઘણી ધીમી બેટિંગ કરી. તે ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતરી હતી અને અંત સુધી અણનમ રહી હતી. 28 બોલ રમ્યા બાદ પણ હરમનના બેટમાંથી માત્ર 24 રનની ઇનિંગ્સ નીકળી. એક સમયે 15 બોલમાં તેના માત્ર ત્રણ રન હતા. અમે તમને ભારતીય મહિલા T20 ટીમ માટે 15 બોલમાં સૌથી ઓછા રન બનાવનારી 5 બેટર્સનાં નામ જણાવીએ છીએ.

હરમનપ્રીત કૌર- એક રન

હરમનપ્રીત કૌરની ગણના વિસ્ફોટક બેટર્સમાં થાય છે. તેમ છતાં 2016 T20 વિશ્વ કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પોતાની શરૂઆતની 15 બોલમાં તેણે માત્ર એક જ રન બનાવ્યો હતો. ભારત તે મેચ હારી ગયું હતું.

- Advertisement -

મિતાલી રાજ- 2 રન

જે મેચમાં હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામે પોતાની શરૂઆતની 15 બોલમાં એક રન બનાવ્યો હતો. તે જ મેચમાં મિતાલી રાજે શરૂઆતની 15 બોલમાં બે રન બનાવ્યા હતા. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને હાર મળી હતી.

પૂનમ રાઉત- 3 રન

2010 મહિલા T20 વિશ્વ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો. પૂનમ રાઉતે શરૂઆતની 15 બોલમાં ત્રણ રન બનાવ્યા હતા. અંતે તે 51 બોલમાં 44 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતને તે મેચમાં હાર મળી હતી અને ટૂર્નામેન્ટમાં તેનો પ્રવાસ સમાપ્ત થઈ ગયો હતો.

- Advertisement -

માનસી જોશી- 3 રન

માનસી જોશી મુખ્યત્વે ઝડપી બોલર છે. 2019માં સુરતમાં સાઉથ આફ્રિકા સામે ભારત 176 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું. 62 રનમાં 7 વિકેટ પડી ગયા બાદ માનસી જોશી ક્રીઝ પર ઉતરી હતી. તે 16 બોલમાં 3 રન બનાવીને અણનમ રહી હતી. ભારતીય મહિલા ટીમને 105 રનથી હાર મળી હતી.

હરમનપ્રીત કૌર- 3 રન

બાંગ્લાદેશ સામે મહિલા એશિયા કપની મેચમાં હરમનપ્રીત કૌરે ધીમી શરૂઆત કરી. તેને ખાતું ખોલવામાં જ 7 બોલ લાગી ગયા. શરૂઆતની 5 બોલમાં હરમનપ્રીતના બે જ્યારે 15 બોલ બાદ માત્ર ત્રણ રન હતા. જોકે છેલ્લી 12 બોલમાં તેણે બે છગ્ગા ફટકાર્યા અને 28 બોલમાં 24 રન બનાવીને અણનમ રહી હતી. ભારતને આ મેચમાં જીત મળી હતી.

- Advertisement -
Share This Article