VANTARA: Wildlife સુરક્ષા કે એક મોટો POLICY QUESTION?

Arati Parmar
2 Min Read

VANTARA: Wildlife સુરક્ષા કે એક મોટો POLICY QUESTION?

જામનગરનું Vantara હજારો જંગલી પ્રાણીઓના Rescue, Treatment અને Rehabilitation માટે વિશ્વનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે.

- Advertisement -

પ્રાણીઓની સારવાર અને સંભાળ જેવી પહેલ ચોક્કસપણે મહત્વપૂર્ણ છે. પરંતુ Vantaraનું વિશાળ કદ અને તેની પાસે રહેલા પ્રાણીઓની સંખ્યા એક મોટો Policy Question પણ ઊભો કરે છે.

ભારતનો કાયદો જરૂરી મંજૂરીઓ અને નિયમોના પાલન સાથે ખાનગી સંસ્થાઓને Wildlife Rescue & Rehabilitation Centre ચલાવવાની મંજૂરી આપે છે.

- Advertisement -

પરંતુ સવાલ એ છે—

🐘 જ્યારે હજારો જંગલી પ્રાણીઓની જવાબદારી એક ખાનગી સંસ્થા પાસે હોય,

- Advertisement -

🐆 જ્યારે વિદેશથી પણ પ્રાણીઓ લાવવામાં આવે,

🦁 જ્યારે આટલા મોટા પાયે Wildlife Management કરવામાં આવે,

ત્યારે શું માત્ર સરકારી મંજૂરી પૂરતી છે?

કે પછી આવી વિશાળ ખાનગી Wildlife સંસ્થાઓ માટે વધુ Transparency, સતત Government Monitoring, Independent Inspection અને Public Accountabilityનું મજબૂત માળખું હોવું જોઈએ?

⚖️ અહીં એક વધુ મોટો સવાલ

ભારતમાં આર્થિક અને ઔદ્યોગિક રીતે અત્યંત શક્તિશાળી બનતી ખાનગી સંસ્થાઓ જ્યારે Wildlife જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશે છે, ત્યારે સરકારની નિયમનકારી દેખરેખનું માળખું પણ એટલું જ મજબૂત હોવું જોઈએ કે નહીં?

સવાલ Vantaraને ગેરકાયદેસર કહેવાનો નથી.

ખાસ કરીને Supreme Court દ્વારા નિયુક્ત SITની તપાસમાં Vantara સામે Wildlife trafficking જેવા મોટા કાયદાકીય ઉલ્લંઘનનો પુરાવો મળ્યો નહોતો અને Courtએ SITના તારણો સ્વીકાર્યા હતા.

પરંતુ કાયદેસર હોવું અને Policyની દૃષ્ટિએ પૂરતી જવાબદારી હોવી—બંને અલગ બાબતો છે.

સવાલ કોઈ એક ઉદ્યોગપતિ કે સંસ્થા સામે નથી.

સવાલ એ છે કે જ્યારે કોઈ ખાનગી ઉદ્યોગસમૂહનો વ્યાપ અને ક્ષમતા અસાધારણ રીતે વિશાળ બની જાય, ત્યારે Wildlife જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં સરકારની દેખરેખ માત્ર મંજૂરી પૂરતી રહેવી જોઈએ કે સતત અને સ્વતંત્ર Monitoringનું મજબૂત માળખું હોવું જોઈએ?

🐘 Wildlife દેશની કુદરતી સંપત્તિ છે…
તો તેની જવાબદારી ખાનગી હાથમાં હોય ત્યારે સરકારની જવાબદારી કેટલી અને કેવી હોવી જોઈએ?

👉 આ Vantara સામેનો સીધો આરોપ નથી—આ ભારતની Wildlife Policy સામેનો ગંભીર સવાલ છે.

તમારો અભિપ્રાય શું છે?

Share This Article