Draupadi Murmu in Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ સ્ટાર્સને કરી અપીલ, કહ્યું- સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોનો પ્રચાર ન કરો

Arati Parmar
3 Min Read

72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં રાષ્ટ્રપતિની અપીલ, ‘સ્ટાર એ જ છે જે પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં’

Draupadi Murmu in Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 72મા ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મી કલાકારોને એ અપીલ કરી કે તેઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોનો પ્રચાર ન કરે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, “હું વિનંતી કરવા માગું છું કે લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોનો પ્રચાર ન કરે. સ્ટાર એ જ છે જે પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં.”

ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના બે કાર્યક્રમો છે. તેઓ વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 75મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેઓ ગુજરાતની આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના 202 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 77 વર્ષ પહેલાં બરોડા કોલેજમાંથી યુનિવર્સિટીમાં પરિવર્તિત થઈ હતી.

- Advertisement -

બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં પણ થાય સામેલ

રાષ્ટ્રપતિ આ કાર્યક્રમ બાદ વડોદરા જિલ્લામાં જ આવેલા વડોદરાના તાજપુર રોડ પર સ્થિત બ્રહ્માકુમારીના નવનિર્મિત ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ રિટ્રીટ સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેનો હેતુ આધ્યાત્મિક ચિંતન અને આત્મિક જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે તેઓ વિશ્વના નવ નિર્માણ માટેના આધ્યાત્મિક જાગરણ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ‘વિકસિત ભારત માટે યુવા, રાષ્ટ્ર નિર્માણ માટે આંતરિક શક્તિની જાગૃતિ’ અભિયાનની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહયા.

- Advertisement -

21 સપ્ટેમ્બરે ગુજરાત પહોંચ્યા હતા દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે સાંજે ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે વડોદરા પહોંચ્યા હતા. વડોદરામાં અચાનક વરસાદ અને ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું નહોતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ માર્ગ દ્વારા 90 કિલોમીટર દૂર નર્મદા જિલ્લાના એકતા નગર માટે રવાના થયા હતા.

દ્રૌપદી મુર્મુએ મંગળવારે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પાસે આવેલા એકતા નગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો. બીજી તરફ કાર્તિક આર્યન અને મમૂટી ને શ્રેષ્ઠ અભિનેતા તથા યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

ગુજરાત પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિનું વડોદરા એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું હતું. વડોદરાના પોલીસ કમિશનર IPS નરસિંહા કોમારના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિના પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરમાં પ્રોટોકોલ હેઠળ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જરૂરી ડાયવર્ઝન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

Share This Article