Nitrogen Gas in Tyres: શિયાળામાં બહારનું તાપમાન ઓછું થવાને કારણે ટાયરની અંદર રહેલી હવાની ઘનતા ઘટે છે.સામાન્ય હવામાં ભેજ અને ઑક્સિજન હોવાને કારણે તાપમાન ઘટતાં પ્રેશર ઝડપથી ઘટવા લાગે છે, જેના કારણે ગાડી ચલાવતી વખતે ભારેપણું અનુભવાય છે. નાઇટ્રોજન ગૅસમાં ભેજ હોતો નથી અને તે સંપૂર્ણપણે શુષ્ક હોય છે.
તાપમાન ઘટવા છતાં નાઇટ્રોજન ગૅસ સામાન્ય હવાની સરખામણીમાં ખૂબ ઓછી સંકોચાય છે, જેના કારણે ઠંડીના દિવસોમાં ટાયરનું યોગ્ય એર પ્રેશર લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
ટાયરમાં યોગ્ય પ્રેશર રહેવાથી રસ્તા પર ગાડીની પકડ મજબૂત રહે છે.
જ્યારે ટાયરનું પ્રેશર સ્થિર રહે છે, ત્યારે એન્જિન પર વધારાનું દબાણ પડતું નથી અને ગાડી વધુ સારું માઇલેજ આપે છે.
આ ઉપરાંત, અચાનક બ્રેક લગાવતી વખતે ગાડી લપસી જવાનું જોખમ પણ ઘટે છે.
જો તમે વારંવાર હાઇવે પર લાંબા અંતરની મુસાફરી કરો છો, તો ટાયરમાં નાઇટ્રોજન ગૅસ ભરાવવી તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.
પરંતુ જો તમે માત્ર શહેરમાં ટૂંકા અંતર માટે ગાડી ચલાવો છો, તો સામાન્ય હવાનું પ્રેશર નિયમિત તપાસાવીને પણ સુરક્ષિત મુસાફરી કરી શકો છો.

