Soy Milk Business Idea: આજકાલ ઘણા લોકો નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. જો તમે પણ કોઈ સારા અને ટ્રેન્ડી બિઝનેસ આઈડિયાની શોધમાં છો જેમાં ઓછા રોકાણમાં પણ કામ થઈ જાય. તો તમે સોયા મિલ્ક, સોયા પનીર બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ એક એવો બિઝનેસ છે જેને તમે ક્યાંયથી પણ શરૂ કરશો તો તમને સારો નફો થશે. જો તમે ગૃહિણી છો અને ઘરે બેઠા આ બિઝનેસને શરૂ કરવા માંગો છો તો પણ તેને નાના સ્તરે શરૂ કરીને સારો નફો કમાઈ શકાય છે.
આજકાલ હેલ્ધી વસ્તુઓની ડિમાન્ડ વધવા લાગી છે. ઘણા લોકો દૂધ અને દૂધથી બનેલી પ્રોડક્ટ ખાવાનું છોડીને વીગન બની રહ્યા છે. વળી ઘણા લોકો હાઈ પ્રોટીન ડાયેટ માટે સોયાબીનથી બનેલી પ્રોડક્ટ ખાવાનું પસંદ કરી રહ્યા છે ખાસ કરીને શહેરોમાં. આવા સંજોગોમાં સોયા પનીર અને સોયા મિલ્ક બનાવવાનો બિઝનેસ તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની શકે છે.
કેવી રીતે કરવી શરૂઆત?
આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવી છે તેના માટે તમારે પહેલા એ નક્કી કરવું પડશે કે તમે તેને કયા સ્તર પર શરૂ કરવા માંગો છો. જો તમે ગૃહિણી છો અથવા નાના સ્તર પર બિઝનેસ શરૂ કરવા માંગો છો તો ઘરના માત્ર એક રૂમથી તમારું કામ બની જશે. જો તમે કોઈ સોસાયટીમાં રહો છો, જ્યાં આસપાસ પણ પ્રોડક્ટ આસાનીથી વેચી શકો તો માત્ર દિવસના અમુક કલાક કામ કરવાથી જ તમે સારી કમાણી કરી શકો છો. તેના માટે તમારે માત્ર એક રો મટીરીયલની જરૂરત હશે અને તે છે સોયાબીન. તમે જથ્થાબંધમાં સારી ક્વોલિટીનું સોયાબીન ખરીદીને ઘરમાં જ તેનું સોયા મિલ્ક અને સોયા પનીર બનાવી શકો છો. જોકે તેને બનાવવાની પ્રક્રિયા ખૂબ આસાન છે.
સોયા મિલ્ક અને સોયા પનીર કેવી રીતે બનાવવું
તેના માટે તમારે માત્ર સોયાબીનને રાતભર પાણીમાં પલાળીને રાખવાના છે. સવારે તેમને પાણી ભેળવી મિક્સરમાં પીસીને અને ગાળીને દૂધ કાઢી લેવાનું છે. ત્યારબાદ જેમ નોર્મલ દૂધમાંથી પનીર બને છે તેમ જ આમાંથી પણ પનીર બની જશે. તેની રેસીપી તમને YouTube પર આસાનીથી મળી જશે.
મોટા લેવલ પર શરૂ કરવો છે બિઝનેસ
જો તમે મીડિયમ અથવા મોટા સ્તર પર બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે ગ્રાઇન્ડિંગ મશીન, પેકેજિંગ મશીન વગેરેની આવશ્યકતા પડશે. તેના માટે પણ તમારે વધુ જગ્યાની જરૂરત નથી. પણ મોટા સ્તર પર જો તમે શરૂ કરી રહ્યા છો તો તમારા બ્રાન્ડના નામે સોયા મિલ્ક અને સોયા પનીર વેચવાનું શરૂ કરશો તો સારી એવી કમાણી કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનથી NOC લેવી પડશે, FSSAI થી સર્ટિફિકેટ લેવું પડશે. આ ઉપરાંત પણ બધી જરૂરી કાનૂની આવશ્યકતાઓને પૂરી કરો જેથી બાદમાં તમને પરેશાની ના થાય. સોયા પનીર અને સોયા મિલ્કનો બિઝનેસ દેશમાં ઝડપથી વધી રહ્યો છે. આવા સંજોગોમાં તમે સાચી જગ્યા પર સાચી ઓડિયન્સને ટાર્ગેટ કરીને નફો અનેક ગણો વધારી શકો છો.

