Driving Licence Address Change: મોટાભાગના લોકો ઘર બદલ્યા બાદ પણ પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું માત્ર એટલા માટે બદલાવતા નથી કારણ કે તેમને લાગે છે કે તેના માટે RTOની મુલાકાત લેવી પડશે અથવા લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે ઘણી જગ્યાએ ડ્રાઇવિંગ લાઇસન્સને ઓળખના ડોક્યુમેન્ટ તરીકે સ્વીકારવામાં આવે છે. આવી સ્થિતિમાં લાઇસન્સમાં સરનામું અપડેટ હોવું વધુ જરૂરી બની જાય છે. હકીકતમાં આજના ડિજિટલ યુગમાં એવું બિલકુલ નથી અને તમે ઘરે બેઠા જ ફોન અથવા લેપટોપની મદદથી તમારા DLમાં સરનામું અપડેટ કરી શકો છો.
Contents
આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો
- તમારા ડ્રાઇવિંગ લાઇસન્સમાં ઓનલાઇન સરનામું અપડેટ કરાવવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ પોર્ટલ પર અપલોડ કરવા પડશે. આવી સ્થિતિમાં આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો.
- સૌથી પહેલા તમારી પાસે હાલના ડ્રાઇવિંગ લાઇસન્સની સ્કેન કરેલી કોપી હોવી જોઈએ.
- ત્યારબાદ નવા સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વોટર ID કાર્ડ, રેશન કાર્ડ, 3 મહિના જૂનું વીજળી/પાણી/ટેલિફોનનું બિલ, રેન્ટ એગ્રીમેન્ટનો ઉપયોગ કરી શકો છો.
- ઓળખના પુરાવા તરીકે PAN કાર્ડ, પાસપોર્ટ અથવા વોટર કાર્ડ વગેરે તૈયાર રાખો.
- આ ઉપરાંત પોર્ટલ પર અપલોડ કરવા માટે સ્પષ્ટ અને તાજેતરમાં ખેંચવામાં આવેલી ફોટો તથા સફેદ કાગળ પર કરવામાં આવેલી ડિજિટલ સિગ્નેચરની કોપીની પણ જરૂર પડશે.
- આ ડોક્યુમેન્ટ્સની મદદથી તમે Parivahan Sarathi પોર્ટલ પર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનું સરનામું ખૂબ સરળતાથી બદલી શકો છો. આવી સ્થિતિમાં કોઈ એજન્ટ અથવા વચેટિયાના ચક્કરમાં પડવાની જરૂર રહેશે નહીં અને સાથે સમયની પણ સંપૂર્ણ બચત થશે.
ડ્રાઇવિંગ લાઇસન્સ પર ઓનલાઇન સરનામું કેવી રીતે અપડેટ કરવું?
- તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ પરનું સરનામું ઓનલાઇન બદલવા માટે પહેલા Parivahan Sarathi પોર્ટલ પર જાઓ. તેને તમે તમારા ફોન અથવા લેપટોપના બ્રાઉઝર પર ખોલી શકો છો.
- પોર્ટલના હોમ પેજ પર અલગ-અલગ ઓપ્શન્સમાંથી DL-related services પસંદ કરો.
- હવે તમારો DL નંબર અને ડેટ ઓફ બર્થ દાખલ કરીને Get DL Details પર ક્લિક કરો અને તમારી પ્રોફાઇલ કન્ફર્મ કરો.
- હવે તમારું નવું RTO ઓફિસ પસંદ કરો. ત્યારબાદ આધાર આધારિત e-KYC પસંદ કરો જેથી તમારે RTOમાં જાતે જવું ન પડે.
- હવે સર્વિસ લિસ્ટમાંથી Change of Address in DL વાળા ચેકબોક્સ પર ટિક કરો.
- ફોર્મમાં તમારું નવું અને કાયમી સરનામું યોગ્ય રીતે દાખલ કરો.
- હવે નવા સરનામાનો પુરાવો અને ફોર્મ 1 અપલોડ કરો.
- જ્યારે માંગવામાં આવે ત્યારે તમારી પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર પણ અપલોડ કરી દો.
- ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું બદલાવવા માટે નક્કી કરવામાં આવેલી ફી ઓનલાઇન ભરો.
- ત્યારબાદ મળતી એક્નોલેજમેન્ટ સ્લિપ અથવા પેમેન્ટ રસીદને સેવ કરી લો.
- તેના આધારે તમે તમારા DLમાં એડ્રેસ બદલવાની સ્ટેટસ ચેક કરી શકો છો.
રાજ્ય બદલ્યું છે, તો શું કરવું?
- ધ્યાન આપો કે જો તમે રાજ્ય બદલ્યું છે, તો તમારે તમારા જૂના RTO પાસેથી NOC લેવું પડશે. આ કામ પણ ઓનલાઇન થઈ જાય છે.
- તેના માટે પણ Parivahan Sarathi પોર્ટલ પર તમારું જૂનું રાજ્ય પસંદ કરો અને DL Sevicesમાં જઈને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને ડેટ ઓફ બર્થ દાખલ કરો.
- ત્યારબાદ સર્વિસ લિસ્ટમાં Issue of NOCનો ઓપ્શન પસંદ કરો.
- તમારા રાજ્યનું નામ, નવું RTO અને NOC લેવાનું કારણ પસંદ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે હાલના DLની કોપી અપલોડ કરો.
- NOCની નક્કી કરેલી સરકારી ફી ભરો.
- તમારું જૂનું RTO માહિતી વેરિફાઇ કરીને તમારા માટે ઓનલાઇન જ NOC જાહેર કરશે. આ NOC ફોર્મ અને રસીદ ડાઉનલોડ કરી લો.
નવા રાજ્યના RTOમાં NOC કેવી રીતે જમા કરાવવું?
- Parivahan Sarathi પોર્ટલ પર તમારું નવું રાજ્ય પસંદ કરો.
- Apply for Change of Address પર ક્લિક કરીને DL નંબર અને ડેટ ઓફ બર્થ દાખલ કરો.
- હવે જૂના RTO પાસેથી મળેલો NOC નંબર અને જાહેર કરવાની તારીખ દાખલ કરો.
- હવે નવું સરનામું દાખલ કરો અને પુરાવો અપલોડ કરો.
- આ ઉપરાંત જૂના RTO દ્વારા જાહેર કરવામાં આવેલ NOC અપલોડ કરો.
- હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં સરનામું બદલાવવાની ફી ભરો.
- નવા RTO દ્વારા મંજૂરી મળ્યા બાદ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા નવા સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે.

