200MP કેમેરા અને 7,000mAh ની શક્તિશાળી બેટરી સાથે લોન્ચ થયો Huawei Nova 16 Ultra, જાણો કિંમત

Arati Parmar
3 Min Read

Huawei Nova 16 Ultra: Huawei એ આજે ચીનના બજારમાં નવો ફોન Huawei Nova 16 Ultra લોન્ચ કરી દીધો છે. Nova 16 Ultra માં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 7,000mAh ની બેટરીથી સજ્જ કરવામાં આવ્યો છે. આ ફોન ધૂળ અને પાણીથી બચાવ માટે IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે. ચાલો હુવાવે નોવા 16 અલ્ટ્રાના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સથી લઈને કિંમત વગેરે વિશે વિગતવાર જાણીએ.

Huawei Nova 16 Ultra Price

Huawei Nova 16 Ultra ના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,699 CNY (આશરે 62,169 રૂપિયા), 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,199 CNY (આશરે 68,813 રૂપિયા) અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,799 CNY (આશરે 66,440 રૂપિયા) છે. Nova 16 Pro સ્ટારરી બ્લેક, સ્કાય બ્લુ અને વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

- Advertisement -

Huawei Nova 16 Ultra Specifications

Huawei Nova 16 Ultra માં 6.84 ઇંચની OLED ડિસ્પ્લે મળે છે, જેનું રેઝોલ્યુશન 2856×1320 પિક્સલ, 1-120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 2160Hz PWM ડિમિંગ છે. આ ડિસ્પ્લે કુનલુન ગ્લાસ પ્રોટેક્શનથી સજ્જ છે. આ ફોનમાં Kirin 9010S ચિપસેટ આપવામાં આવી છે. આ ફોન HarmonyOS 6.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 7,000mAh ની બેટરી આપવામાં આવી છે જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં બ્લૂટૂથ 6.0, વાઇ-ફાઇ 7 અને ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ શામેલ છે. વળી ધૂળ અને પાણીથી બચાવ માટે IP68 અને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે.

કેમેરા સેટઅપની બાબતમાં નોવા 16 અલ્ટ્રાના રિયરમાં OIS સપોર્ટ સાથે 200 મેગાપિક્સલનો RYYB પ્રાઇમરી કેમેરા, OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો RYYB પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. વળી સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 4K વીડિયો રેકોર્ડિંગ, AI-બેઝ્ડ ઇમેજિંગ ટૂલ્સ, AI-આસિસ્ટેડ કમ્પોઝિશન, પોટ્રેટ એન્હાન્સમેન્ટ અને ટેલિફોટો ઇમેજ ઓપ્ટિમાઇઝેશનનો સપોર્ટ કરે છે. આ ફોન તિયાનટોંગ સેટેલાઇટ કોલિંગ, સેટેલાઇટ પેજિંગ, ટુ-વે બેઇડુ સેટેલાઇટ મેસેજિંગનો સપોર્ટ કરે છે.

- Advertisement -

આ પણ વાંચો: Vivo S60 Series Launch: Vivo S60, S60 Vitality Edition લેટેસ્ટ ફોન થયા લોન્ચ, 7200mAh બેટરી, 16GB રેમ, 50MP કેમેરા સાથે, જાણો કિંમત – Newz Cafe

Share This Article