Gujarat Minor Conversion Case: ગુજરાતમાં સગીરાને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે લલચાવવાનો આરોપ, મૌલવી સહિત ત્રણની ધરપકડ

Arati Parmar
1 Min Read

Gujarat Minor Conversion Case: ગુજરાતના મહેસાણામાં સગીરાને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે લલચાવવા અને લગ્ન કરાવવાનો પ્રયાસ કરવાના કાવતરાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં અબ્દુલ સંધી, શાકિર પઠાણ અને આસિફ કવ્વાલીનો સમાવેશ થાય છે. નામજદ કરાયેલા અન્ય એક વ્યક્તિની હજુ ધરપકડ થવાની બાકી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સગીરા 24 ઓક્ટોબરે ગુમ થઈ ગઈ હતી. તેની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. સગીરાને કથિત રીતે પઠાણ ઉનાવા લઈ ગયો હતો. તેણે આવું અબ્દુલના કહેવાથી કર્યું હતું. અબ્દુલ તે બીજી છોકરીનો કાકા છે, જે સગીરા સાથે દરગાહમાં ગઈ હતી.

- Advertisement -

મૌલવી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી

અધિકારીએ જણાવ્યું કે કથિત રીતે આ બંને છોકરીઓને ઉનાવાની દરગાહમાં મૌલવી આસિફ કવ્વાલી સાથે મળાવવામાં આવી હતી. તેણે સગીરાને હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવવા માટે મનાવી લીધી હતી. કવ્વાલીએ તેને બુરખો પહેરાવ્યો અને નમાજ પઢાવી હતી. સાથે જ તેને નવું નામ પણ આપ્યું હતું.

બંને છોકરીઓ બે દિવસ સુધી દરગાહમાં રહી હતી. પોલીસની ટીમે ટેકનિકલ દેખરેખ અને સીસીટીવી ફૂટેજની મદદથી તેમને શોધી કાઢી હતી અને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. મૌલવી કથિત રીતે સગીરાનાં લગ્ન સાકિર પઠાણ સાથે કરાવવાની યોજના બનાવી રહ્યો હતો.

- Advertisement -
Share This Article