Vivo X500 Pro Max, Pro અને X500 લોન્ચ, ₹1.19 લાખથી શરૂ થાય છે કિંમત, જાણો તમામ ફીચર્સ
Vivo X500 Series: Vivo એ ભારતમાં X500 સિરીઝના સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે. આ સિરીઝમાં ત્રણ અલગ-અલગ સ્માર્ટફોન X500 Pro Max, X500 Pro અને સ્ટાન્ડર્ડ X500નો સમાવેશ થાય છે. આ તમામ ડિવાઇસમાં ZEISS સાથે મળીને તૈયાર કરવામાં આવેલું મોબાઇલ ઇમેજિંગ હાર્ડવેર, મોટી બેટરી અને Origin OS 7 પર ચાલતું અપડેટેડ સોફ્ટવેર પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, કંપનીએ આ સ્માર્ટફોનમાં 7800mAh સુધીની બેટરી આપી છે. ચાલો, ફોનની કિંમત અને તમામ સ્પેસિફિકેશન જાણીએ.
Pro અને Pro Maxમાં 50MPનો સેલ્ફી કેમેરા
Pro અને Pro Max ફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો Pro મોડલમાં 6.36 ઇંચ અને Pro Maxમાં 6.85 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં Mali-G2-Ultra-NX GPU સાથે ઓક્ટા-કોર Dimensity 9600 Pro 2nm પ્રોસેસર મળે છે. હેન્ડસેટમાં 12GB LPDDR5X Ultra RAM અને 512GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે ફોનની પાછળ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
કેમેરા સેટઅપની વાત કરીએ તો Vivo X500 Pro સિરીઝમાં Zeiss ટ્યુન કરેલો ટ્રિપલ રિયર કેમેરા મળે છે. ફોન 50MPના પ્રાઇમરી કેમેરા અને 50MPના અલ્ટ્રાવાઇડ કેમેરાથી સજ્જ છે. ટેલિફોટો લેન્સની વાત કરીએ તો Vivo X500 Pro Maxમાં 200MPનો Zeiss APO ટેલિફોટો કેમેરા અને Pro મોડલના પાછળના ભાગમાં 64MPનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, બંને ફોનમાં 50MPનો સેલ્ફી કેમેરા લગાવવામાં આવ્યો છે. Pro મોડલમાં 6510mAhની બેટરી અને Pro Maxમાં 7800mAhની બેટરી આપવામાં આવી છે.
Vivo X500ના ફીચર્સ
Vivo X500માં 6.59 ઇંચનું AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોન MediaTek Dimensity 9600M પ્રોસેસર સાથે આવે છે. તેમાં 50MPનો મુખ્ય કેમેરા, 50MPનો અલ્ટ્રાવાઇડ લેન્સ અને 100x ડિજિટલ ઝૂમ સપોર્ટ ધરાવતો 64MPનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા મળે છે. આ ઉપરાંત, ફોનમાં સેલ્ફી માટે 50MPનો કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં 7,500mAhની બેટરી મળે છે.
The anticipation was extraordinary. The experience is even more so. The #vivoX500Series is finally here.
Explore the lineup. Book yours today.
#vivoindia #BornToCreate https://t.co/Y4fSfRCrQN
— vivo India (@Vivo_India) November 26, 2026
કેટલી છે કિંમત?
Vivo X500ની ભારતમાં કિંમત ₹1,19,999 છે. તેમાં 12GB RAM સાથે 256GB સ્ટોરેજ મળે છે. આ ઉપરાંત, Vivo X500 Proની કિંમત ₹1,49,999 છે, જેમાં 12GB + 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
Vivo X500 Pro Maxની શરૂઆતની કિંમત ₹1,64,999 છે. એટલું જ નહીં, Vivo Imaging Kitની કિંમત ₹11,999 છે. કંપની SBI, HDFC, IDFC First અને Yes બેંકના કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિરીઝનું વેચાણ 3 ડિસેમ્બરથી એમેઝોન, ફ્લિપકાર્ટ અને Vivo Indiaની વેબસાઇટ પર શરૂ થશે.

