અમદાવાદ : અમદાવાદ શહેરમાં 7 જુલાઇ અને રવિવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આજે ભગવાન જગન્નાથ આજે સોનાવેશ ધારણ કરી દર્શન આપ્યા હતા. ભગવાન જગન્નાથા વર્ષમાં એક વખત સોનાવેશ ધારણ કરતા હોય છે. જેમાં ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. ભગવાના આ આલોકિક રૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. જેના પગલે વહેલી સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

સાંજે 8 વાગે મહાઆરતી થશે
જેમાં પણ જગતના નાથ જગન્નાથની વાજતે ગાજતે સોનાવેશના પૂજનવિધિ કરવામાં આવી હતી. ભગવાનની પૂજા વિઘી માટે કાશી મથુરા વૃંદાવન સહિતથી અનેક સંતોનું આગમન થયુ હતું.વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જગન્નાથ મંદિરે જોવા મળ્યું હતું. મયૂર જેવી ડિઝાઇનના ઘરેણા સોનાવેશમાં બનાવવામાં આવ્યા છે.મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિનો પારંપરિક પૂજન વિધિ કરવામા આવી હતી. જ્યારે આજે સાંજે 8 વાગે મહાઆરતી થશે જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે

