મુંબઈઃ શાહરૂખ ખાન આંખની સારવાર માટે અમેરિકા જશે, મુંબઈમાં થઈ શકી નથી સારવાર

Reena Brahmbhatt
1 Min Read

આંખની સારવાર માટે અમેરિકા જશે, મુંબઈની હોસ્પિટલમાં સારવાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો નથી.

મુંબઈઃ બોલિવૂડના એક્ટર શાહરૂખ ખાનને રોમાન્સનો કિંગ કહેવામાં આવે છે. રોમેન્ટિક હીરોમાં શાહરૂખનું નામ સૌથી પહેલા આવે છે. આ દરમિયાન કિંગ ખાન વિશે એવી માહિતી સામે આવી રહી છે કે તે આંખોની સારવાર માટે અમેરિકા જશે. મુંબઈની હોસ્પિટલમાં સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં સુધારો થયો નથી.

- Advertisement -

sarukh khan

શાહરૂખ ખાન આંખની સારવાર માટે 29 જુલાઈના રોજ મુંબઈની હોસ્પિટલમાં ગયો હતો પરંતુ કોઈ કારણોસર સારવાર પૂરી થઈ શકી ન હતી. આથી આજે તે અમેરિકા જવા રવાના થશે. શાહરૂખની મેનેજર પૂજા દદલાનીએ હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.

- Advertisement -

આ પહેલા 2014માં શાહરૂખે આંખનું મામૂલી ઓપરેશન કરાવ્યું હતું. તેણે એક ટ્વીટમાં ડોક્ટરોનો આભાર માનતા કહ્યું કે સર્જરી બાદ તેની દ્રષ્ટિ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગઈ છે.

આ વર્ષે IPL ફાઈનલ પહેલા શાહરૂખને હીટસ્ટ્રોકના કારણે ગુજરાતની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ ડિહાઈડ્રેશનથી પીડાતા હતા. હાલમાં શાહરૂખે થોડા દિવસો માટે કામ પરથી રજા લીધી છે. તે અંબાણીના લગ્નમાં જોવા મળ્યો હતો. હવે તે દીકરી સુહાના ખાન સાથે એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે.

- Advertisement -
Share This Article