ઉત્તરાખંડ આકાશી આફતથી પરેશાન

Reena Brahmbhatt
2 Min Read

હરાદૂન, તા. 2 : ઉત્તરાખંડ ચોમાસાંમાં આકાશી આફતથી કણસે છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેદારનાથ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ફસાયેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવા પ્રયાસ ચાલુ છે. વધુ 1100ને બચાવાયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધામી સામે વાત કરી વિગતો મેળવી હતી. સીએમ કાર્યાલયે નિવેદનમાં જણાવ્યું કે, કેદારનાથ ટ્રેકિંગ રુટ પર ઠેર-ઠેર ભૂસ્ખલનને કારણે તીર્થયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ હાલ યાત્રા રોકી દેવાઈ છે. શુક્રવારથી એરફોર્સની મદદથી બચાવ ઓપરેશન શરૂ કરાયું છે. કુલ 5000ને બચાવાયા છે. કેદારનાથ યાત્રા માર્ગ ભીમબલી, રામબાડા, લિનચોલીમાંથી 4પ0 લોકોને એરલિફટ કરાયા છે.

flood rescue

- Advertisement -

સોનપ્રયાગ અને ભીમબલી વચ્ચે ફસાયેલા 1100 જેટલા લોકોને વૈકલ્પિક માર્ગથી બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્યમાં પહાડો ઉપર યાત્રા કરવા સામે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે અને છ ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા અસરગ્રસ્ત બની છે.

ભીમબલી પાસે ભૂસ્ખલન થતાં કેદારનાથ ખીણ સાથેનો સંપર્ક કપાતાં 4પ0 જેટલા લોકો ફસાઈ ગયા છે. કેદારનાથ રાજમાર્ગ સોનપ્રયાગ અને ગૌરીકૂંડ વચ્ચે ધોવાઈ ગયો છે. ચારધામ યાત્રાને હાલ રોકી દેવામાં આવી છે. ગૌરીકૂંડથી શરૂ થતો 16 કિમીનો કેદારનાથ માર્ગ ધોવાઈ ગયો છે. રુડકીની ડેરા વસ્તીમાં મકાન ધસી પડતાં ચારનાં મૃત્યુ થયાં અને છને ઈજા પહોંચી હતી. અન્ય બનાવમાં વીજ કરંટથી બેનાં મૃત્યુ થયાં હતાં. ટિહરી ગઢવાલના ધનસાલીમાં વાદળ ફાટતાં એક જ પરિવારના ત્રણનાં મૃત્યુ થયાં છે.

- Advertisement -
Share This Article