નવી દિલ્હી, તા. 24 : ગોલ્ડમેન સૈક્સે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકશન (જીડીપી) વૃદ્ધિ દરનાં અનુમાનને ઘટાડી દીધું છે. એક અહેવાલ અનુસાર ગોલ્ડમેન સૈક્સે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચમાં ઘટાડાનો હવાલો દેતાં આ વર્ષે અને આવતાં વર્ષ માટે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદના પૂર્વાનુમાનમાં 20 જેટલા બેઝિક પોઈન્ટનો કાપ મૂક્યો છે. બેંકને આશા છે કે દેશની અર્થવ્યવસ્થા વર્ષ 2024માં 6.7 ટકા અને 2025માં 6.4 ટકાના દરે વધશે. અહેવાલમાં કહ્યું છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન સામાન્ય ચૂંટણી સહિતના પરિબળોને લીધે સકારી ખર્ચમાં 35 ટકા ઘટાડો નોંધાયો છે. જે સપ્તાહભર ચાલનારી સામાન્ય ચૂંટણી સાથે મેળ ખાય છે. વધુ જણાવાયું છે કે, આ કારણને લીધે ભારતના અર્થતંત્રનો વિકાસ પહેલાં કરતાં ધીમો રહી શકે છે.

આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આર.બી.આઈ.) એમ.પી.સી.એ નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી વિકાસ દર 7.2 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. જૂનમાં લોકસભા ચૂંટણી 2024 બાદ પહેલી એમ.પી.સી.ની ઘોષણામાં કેન્દ્રીય બેંકે 2024-25 માટે વાસ્તવિક જીડીપી 7.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. આર.બી.આઈ.એ 2024-25માં પ્રથમ ત્રિમાસિક માટે વાસ્તવિક જીડીપી 7.1 ટકા અને બીજા ત્રિમાસિકમાં 7.2 ટકા અને ત્રીજા ત્રિમાસિકમાં 7.3 ટકા, ચોથા ત્રિમાસિકમાં 7.2 ટકા રહેવાનું અનુમાન આપ્યું હતું, જે રેટિંગ ફર્મ આઈ.સી.આર.એ. અનુમાન લગાવ્યું છે કે, સરકારી મૂડીવાદી ખર્ચમં ઘટાડો અને શહેરી ગ્રાહકોના વિશ્વાસમાં ઘટાડા વચ્ચે દેશના કુલ ઘરેલુ ઉત્પાદનનો વાર્ષિક દર નાણાકીય વર્ષે 2025માં પ્રથમ ત્રિમાસિકમાં છ ત્રિમાસિકના નીચલા સ્તર 6.0 ટકા પર જશે. જે નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિકમાં 7.8 ટકા હતો. આઈ.સી.આર.એ.નો અંદાજ આર.બી.આઈ.ના જીડીપી અનુમાનથી ઘણું ઓછું છે. આરબીઆઈએ પ્રથમ?ત્રિમાસિક માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.1 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે.

