Nitish Kumar Resignation Delay: નીતિશ કુમારે કેમ તોડી પરંપરા? પ્રચંડ વિજય પછી પણ CM એ તાત્કાલિક રાજીનામું કેમ ન આપ્યું?

Arati Parmar
3 Min Read

Nitish Kumar Resignation Delay: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની 202 બેઠક પર પ્રચંડ વિજય છતાં ગઠબંધન પક્ષમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બિહારના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટના બની છે, જ્યાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રચંડ વિજય પછી પણ તાત્કાલિક રાજ્યપાલને મળીને સરકારનું રાજીનામું સુપરત કર્યું નથી. તેના બદલે તેમણે રાજ્યપાલને જાણ કરી છે કે રાજીનામું અને વિધાનસભાનું વિસર્જન 19મી નવેમ્બર 2025ના રોજ સુપરત કરવામાં આવશે.

બિહારમાં વર્ષો જૂની પરંપરા તૂટી

- Advertisement -

અહેવાલો અનુસાર, સામાન્ય રીતે, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તાત્કાલિક અંતિમ મંત્રીમંડળની બેઠક યોજાય છે અને મુખ્યમંત્રી રાજભવનમાં રાજ્યપાલને મળીને સરકારનું રાજીનામું સોંપીને નવી સરકાર રચાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવાની પરંપરા રહી છે.

Share This Article