કોંગ્રેસને હજીપણ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પર શંકા, કરી આ માંગણી

Reena Brahmbhatt
1 Min Read

કોંગ્રેસે શનિવારે દાવો કર્યો હતો કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં, પ્રારંભિક આંકડાઓની તુલનામાં અંતિમ મતદાન ટકાવારીના આંકડામાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ધાંધલધમાલની શક્યતા વધી હતી અને ચૂંટણી પંચે આ ચિંતાને દૂર કરવી જોઈએ. પાર્ટીના નેતા સંદીપ દીક્ષિતે પણ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, “જો ધાંધલધમાલ થઈ હોય તો ભાજપે 79 સીટો હેરાફેરીને જીતી છે.”

કોંગ્રેસના દાવા પર હાલમાં ચૂંટણી પંચ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ‘વોટ ફોર ડેમોક્રેસી’ નામની સંસ્થાના અહેવાલને ટાંકીને દીક્ષિતે કહ્યું કે આ સંગઠને તાજેતરના લોકસભા ચૂંટણી પરિણામો પર વિશ્લેષણ કર્યું છે.

- Advertisement -

assembly bypolls election

તેમણે દાવો કર્યો કે, “આ વિશ્લેષણ અનુસાર, મતદાનના દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતના આંકડા અને અંતિમ મતદાનની ટકાવારી વચ્ચે ઘણો તફાવત છે. જો રાષ્ટ્રીય સ્તરે આ સરેરાશ તફાવત 4.7 ટકા છે, તો શું આ ચૂંટણી પરિણામો સાચા હતા?

- Advertisement -

દીક્ષિત કહે છે, “જો આપણે રાજ્ય સ્તર પર નજર કરીએ, તો અમને જાણવા મળશે કે આશ્ચર્યજનક રીતે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વોટ શેર 12.5 ટકા વધ્યો છે. યોગાનુયોગ, ઓડિશા અને આંધ્રપ્રદેશની ચૂંટણીમાં ભાજપ અને તેના ગઠબંધનએ સારો દેખાવ કર્યો હતો. એજન્સી ઇનપુટ

TAGS : congress News

- Advertisement -
Share This Article