PM Modi Inaugurates Vinzhinjam Port: કેરળમાં PM મોદીની ટિપ્પણી, વિજયન અને થરૂર સાથે બેઠા છે, આજે ઘણા લોકોને ઊંઘ નહીં આવે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

PM Modi Inaugurates Vinzhinjam Port: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી મેના રોજ કેરળના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ કાર્યક્રમમાં મંચ પર શશી થરૂર અને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ હાજર હતા. આ મુદ્દે પણ વડાપ્રધાને વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અહીં મુખ્યમંત્રી વિજયન પણ બેઠા છે, તે તો INDIA ગઠબંધનનો મજબૂત સ્તંભ છે. શશી થરૂર પણ બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. જ્યાં આ મેસેજ જવાનો હતો, ત્યાં પહોંચી ગયો છે.’

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આદિ શંકરાચાર્ય વિશે વાત કરતાં કહ્યું કે, ‘આજે ભગવાન આદિ શંકરાચાર્યજીની જ્યંતિ છે. ત્રણ વર્ષ પૂર્વે સપ્ટેમ્બરમાં મને તેમની જન્મભૂમિમાં જવાનું સૌભાગ્ય મળ્યું હતું. કેરળથી નીકળી દેશના ચારે ખૂણામાં મઠની સ્થાપના કરી આદિ શંકરાચાર્યે જ રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી છે. હું તેમને નમન કરું છું.’

- Advertisement -
Share This Article