Supreme Court Judgement: 32 વર્ષ પછી ન્યાય, દુષ્કર્મના આરોપીને સુપ્રીમ કોર્ટે મોકલ્યો જેલ, ટ્રાયલ જજ પર પણ ગુસ્સો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Supreme Court Judgement: સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાના આરોપીને 32 વર્ષ બાદ 10 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ પહેલા ગુજરાતની ટ્રાયલ કોર્ટે આરોપીને છોડી દીધો હતો. લગભગ 30 વર્ષ બાદ ગત વર્ષે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરી સજા સંભળાવી હતી. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવી તેને યથાવત રાખ્યો છે. આ મામલે 54 વર્ષના શખસને સજા સંભળાવવામાં આવી છે.

શું હતી ઘટના? 

- Advertisement -

જણાવી દઈએ કે, આ ઘટનાના એક વર્ષ બાદ જ અમદાવાદ ગ્રામીણના એડિશનલ સેશન જજે ઓક્ટોબર 1991માં જ આરોપીનો છોડી દીધો હતો. આ શખસ પર આરોપ હતો કે, તેણે ખેતરમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યો હતો. ત્યારબાદ પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બાદમાં સરપંચની મદદથી આરોપી સામે FIR દાખલ કરવામાં આવી. મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી. નોંધનીય છે કે, જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે આરોપીની ઉંમર 21 વર્ષની હતી.

કયા મૂર્ખ જજે આરોપીને છોડી દીધો? 

ટ્રાયલ કોર્ટે પરિસ્થિતિ પર ધ્યાન આપ્યા વિના જ FIR માં મોડું થયા હોવાને આધાર બનાવીને આરોપીને છોડી દીધો હતો. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે, FIR દાખલ કરવામાં 48 કલાકનું મોડું થઈ ગયું છે. ત્યારબાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી જે 30 વર્ષ સુધી પેન્ડિંગ પડી હતી. બાદમાં 14 નવેમ્બર 2024ના દિવસે જસ્ટિલ અનિરૂદ્ધ પી માયી અને દિવ્યેશ એ. જોશીએ ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. વળી, આરોપીને IPC ના સેક્શન 376 અને 506 હેઠળ 10 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યાં કોર્ટને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખી સેશન કોર્ટના ચુકાદાની ટીકા કરતા કહ્યું કે, હું જાણવા ઈચ્છું છું કે, હું જાણવા ઈચ્છું છે કે, આખરે કયા મૂર્ખ જજે ફોરેન્સિક સાઇન્સ લેબના રિપોર્ટ બાદ પણ આરોપીને છોડી દીધો? ડૉક્ટર અને પીડિયાના નિવેદન પર પણ કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું.

સુપ્રીમ કોર્ટે સજા સંભળાવી

હાઈકોર્ટે કહ્યું હતું કે, જો કોઈ ગુનેગારને આવી રીતે છોડી દેવામાં આવે તો સમાજ પર તેનો ખરાબ પ્રભાવ પડશે. તેના પર ધ્યાન આપવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંહે પણ હાઈકોર્ટના આ નિર્ણય પર સંમતિ દર્શાવી અને આરોપીને એક અઠવાડિયાની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

Share This Article