આઇપીએલ-2024 સિઝનનું ઓક્શન આવતીકાલ મંગળવારે દુબઈમાં થશે.

newzcafe
3 Min Read

આઇપીએલ-2024 સિઝનનું ઓક્શન આવતીકાલ મંગળવારે દુબઈમાં થશે.


આઇપીએલ-2024 સિઝનનું ઓક્શન આવતીકાલ મંગળવારે દુબઈમાં થશે.


262 કરોડમાં 77 ખેલાડી વેચાશે


 


નવી દિલ્હી, તા.18 : આઇપીએલ-2024 સિઝનનું ઓક્શન આવતીકાલ મંગળવારે દુબઈમાં થશે. આ પહેલો મોકો છે કે આઇપીએલ ખેલાડીઓની હરાજી પહેલીવાર વિદેશમાં થશે. આ એક મિની ઓક્શન છે. તમામ ટીમ પાસે મોટાભાગના મુખ્ય ખેલાડીઓ પહેલેથી જ છે. 


 


હરાજીમાં તમામ ફ્રેંચાઇઝી કેટલાક નવા ખેલાડીઓ ખરીદીને પોતાની ટીમને સંતુલિત કરવા માગશે. આવતા વર્ષે આઇપીએલ-202પનું મેગા ઓક્શન હશે. એ પહેલા આ વખતની મિની ઓકશનમાં પણ ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે. આઇપીએલના આ વખતના ઓક્શનમાં કુલ 77 ખેલાડી વેચાશે. આ માટે તમામ ફ્રેંચાઇઝી પાસે મળીને 262.9પ કરોડ રૂપિયા પર્સમાં છે. આ વખતની હરાજીમાં મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, રચિન રવીન્દ્ર અને શાર્દુલ ઠાકુર પર મોટી બોલી લાગી શકે છે. તો કેટલાક એવા પણ સ્ટાર ખેલાડીઓ હશે જેનો ભાવ પુછાશે નહીં. 


 


આઇપીએલની આ વખતની હરાજીમાં કુલ 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 333 ખેલાડી ઓક્શન માટે શોર્ટલિસ્ટ થયા છે. જેમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી છે. કેપ્ટ્ડ ખેલાડીની સંખ્યા 116 અને અનકેપ્ટ્ડ ખેલાડીઓની સંખ્યા 21પ છે. અનકેપ્ટડ ખેલાડી એટલે તેઓ પોતાના દેશ તરફથી હજુ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી. બે ખેલાડી એસોસિયેટ દેશના છે. આ વખતે 10 ટીમ પાસે કુલ 77 સ્થાન ખાલી છે. જેમાં વિદેશી ખેલાડીની જગ્યા 30 છે. આઇપીએલ-2024ના ઓક્શનમાં સૌથી વધુ પૈસા ગુજરાત ટાઇટન્સના પર્સમાં છે. તેની પાસે 38.1પ કરોડ રૂપિયા છે. 


 


આ ફ્રેંચાઇઝી 8 ખેલાડી ખરીદી શકે છે. જેમાં બે વિદેશી ખેલાડી હશે. સૌથી ઓછું પર્સ લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેંચાઇઝીનું 13.1પ કરોડ રૂપિયા છે. આ રકમમાંથી તે 6 ખેલાડી ખરીદવાની કોશિશ કરશે. જેમાં એક વિદેશી ખેલાડી હશે. ઓક્શનમાં 23 ખેલાડીની બેઝ પ્રાઇસ સૌથી વધુ બે કરોડ રૂપિયા છે. જેમાં મિચેલ સ્ટાર્ક, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડી છે. સ્ટાર્ક પર 10 કરોડ ઉપરની બોલી લાગી શકે છે જ્યારે કિવિઝ ઓલરાઉન્ડર રચિન રવીન્દ્રની બેઝ પ્રાઇસ પ0 લાખ છે પણ તે આઇપીએલની હરાજીમાં લાવલાવ થશે અને 10 કરોડ ઉપરનો જેકપોટ લાગી  શકે છે.  કેટલાક અજાણ્યા ખેલાડીઓ જેવા કે અર્નિશ કુલકર્ણી, કુમાર કુશાગ્ર, મુશીર ખાન, સમીર રિજવી આ હરાજીમાં કરોડપતિ બની શકે છે. 

Share This Article