KL Rahul 10000 runs: કેએલ રાહુલ પાસે ઐતિહાસિક તક, 35 રન બનાવતા જ રચાશે મોટો રેકોર્ડ

Arati Parmar
2 Min Read

KL Rahul 10000 runs: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે, 27 સપ્ટેમ્બર 2026ના રોજ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ વનડે મુકાબલો રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી વચ્ચે ભારતીય ફેન્સની નજરો કેએલ રાહુલ પર પણ ટકેલી હશે. મિડલ ઓર્ડરમાં ભારતની કરોડરજ્જુ બની ચૂકેલા કેએલ રાહુલ આજેની મેચમાં એક મોટો ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરી શકે છે.

10,000 ઇન્ટરનેશનલ રન પૂરા કરનાર 15મા ભારતીય બનશે

કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વનડે અને T20I)માં પોતાના 10,000 રન પૂરા કરવાથી માત્ર 35 રન દૂર છે. રાહુલે ભારત માટે ત્રણેય ફોર્મેટને મળીને અત્યાર સુધી રમાયેલી 240 આંતરરાષ્ટ્રીય મેચોની 280 ઇનિંગ્સમાં 9,965 રન બનાવ્યા છે, જેમાં 22 સદી અને 63 અડધી સદી સામેલ છે.

- Advertisement -

જો રાહુલ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડેમાં 35 રન બનાવી લે છે, તો તેઓ ભારત માટે 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર 15મા બેટ્સમેન બની જશે. વેસ્ટ ઇન્ડીઝ સામે કેએલ રાહુલનો વનડે રેકોર્ડ પણ ખૂબ જ અસરકારક રહ્યો છે. તેમણે વિન્ડીઝ સામે રમાયેલી 5 વનડે મેચોમાં એક સદી અને એક અડધી સદીની મદદથી 282 રન બનાવ્યા છે.

ત્રણેય ફોર્મેટમાં કેએલ રાહુલની કારકિર્દી ટ્રેકર

  • ટેસ્ટ ક્રિકેટ: 70 મેચોની ઇનિંગ્સમાં 12 સદી અને 21 અડધી સદીની મદદથી 4,288 રન (સર્વશ્રેષ્ઠ સ્કોર: 199).
  • વનડે ક્રિકેટ: 98 મેચોમાં 49.45ની શાનદાર સરેરાશથી 3,412 રન (8 સદી, 20 અડધી સદી, સર્વશ્રેષ્ઠ સ્કોર: 112).
  • T20I: 72 મેચોમાં 2 સદી અને 22 અડધી સદી સાથે 2,265 રન (સર્વશ્રેષ્ઠ સ્કોર: 110).
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ દિલ્હી કેપિટલ્સના આ સ્ટાર ખેલાડીએ 159 મેચોમાં 6 સદી સાથે 5,815 રન બનાવ્યા છે.
Share This Article