એશિયન ગેમ્સના 19મા સંસ્કરણનો 23 સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે પ્રારંભ.

newzcafe
1 Min Read

ચીનમાં એશિયન રમતોત્સવનો સત્તાવાર આરંભ


ચીનમાં એશિયન રમતોત્સવનો સત્તાવાર આરંભ


હાંગ્ઝુ (ચીન) તા.22: એશિયન ગેમ્સના 19મા સંસ્કરણનો 23 સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે પ્રારંભ. ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સ 8 ઓકટોબર સુધી રમાશે. એશિયન ગેમ્સની અમુક સ્પર્ધાઓ 19મીથી શરૂ થઇ ચૂકી છે. આ વખતે ભારતના 6પપ ખેલાડી 40 રમતમાં ભાગ લઇ રહ્યા છે. ઉદઘાટન સમારંભમાં પુરુષ હોકી ટીમનો કપ્તાન હરમનપ્રિત સિંઘ અને ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા મુક્કેબાજ લવલીના ભારતીય દળના ધ્વજવાહક રહેશે. એશિયન ગેમ્સ વર્ષ 2022માં આયોજિત થવાનો હતો, પણ કોરોના મહામારીને હવે એક વર્ષ બાદ રમાશે. શનિવારે યોજાનાર એશિયન ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ ભારતીય સમય અનુસાર સાંજે પ-30થી શરૂ થશે. જેનું પ્રસારણ સોની નેટવર્ક પરથી થશે. ભારતે અત્યાર સુધી તમામ 18 એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે અને કુલ 672 મેડલ જીત્યા છે. જેમાં 1પપ ગોલ્ડ, 201 સિલ્વર અને 316 બ્રોન્ઝ મેડલ છે. ઓવરઓલ રેન્કમાં ભારત પાંચમા ક્રમે છે. ચીન 1473 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. આ પછી જાપાન (1032), દ. કોરિયા (74પ) છે. 

Share This Article