CISF Recruitment 2025: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં (CISF) નોકરી કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. જો તમે પણ 10 પાસ છો અને આ કામ કરવામાં કુશળ છો, તો તમારા માટે સીઆઈએસએફમાં બમ્પર ભરતી આવી છે. જો આ જગ્યાઓ પર અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો સીઆઈએસએફની સત્તાવાર વેબસાઈટ cisf.gov.in પર જઈને અરજી કરી શકો છો. આ માટે સીઆઈએસએફએ કોન્સ્ટેબલ/ડ્રાઇવર અને કોન્સ્ટેબલ/ડ્રાઇવર-કમ-પંપ-ઓપરેટર (ફાયર સર્વિસ)ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
CISFની આ જગ્યાઓ માટે 3 ફેબ્રુઆરીથી અરજી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જો તમે પણ આ જગ્યાઓ પર કામ કરવા માંગો છો, તો 4 માર્ચ કે તે પહેલા અરજી કરી શકો છો. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1124 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ જગ્યાઓ પર અરજી કરતા પહેલા ઉમેદવાર નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચે.
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છે, તેમણે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક કે સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ રાજ્ય કે કેન્દ્રીય બોર્ડ સિવાય અન્ય સંસ્થાઓમાંથી મેળવેલ સર્ટિફિકેટ સરકાર દ્વારા માન્ય હોવા જોઈએ.
ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી: તેની સાથે જ ઉમેદવારો પાસે ભારે વાહન કે પરિવહન વાહન, હળવા મોટર વાહન અને ગિયરવાળી મોટરસાઇકલ ચલાવતા આવડવું જોઈએ.
વય મર્યાદા
CISF ભરતી 2025 માટે અરજી કરનાર ઉમેદવારનું લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 27 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 4 માર્ચ 2025ના આધારે કરવામાં આવશે.
અરજી ફી
UR, EWS, OBC ઉમેદવારો માટે અરજી ફી – 100 રૂપિયા SC/ST/ESM ઉમેદવારો માટે અરજી ફી – શૂન્ય
પગાર ધોરણ
આ જગ્યાઓ પર જે પણ ઉમેદવારની પસંદગી થાય છે, તેને મેટ્રિક લેવલ – 3 અંતર્ગત 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકૃત અન્ય ભથ્થા આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)
ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન
ટ્રેડ ટેસ્ટ
લેખિત પરીક્ષા મેડિકલ ટેસ્ટ

