PM Modi France Visit: AI નોકરી નહીં છીનવે, કામની રીત બદલાશે, PM મોદી

Arati Parmar
2 Min Read

PM Modi France Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ગ્રોથ અંગે ચર્ચા કરતાં મહત્ત્વનું સંબોધન આપ્યું હતું. તેમણે એઆઈ ટેક્નોલોજીના વિકાસ તેમજ તેનાથી થતી છેતરપિંડીથી લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. PM મોદીએ એઆઈના કારણે નોકરી ગુમાવવાના ભય અંગે પણ સ્પષ્ટતા આપી હતી કે, ‘એઆઈથી નોકરી જશે નહીં, પરંતુ નોકરી કરવાની રીતમાં મોટો ફેરફાર થશે. જેના લીધે આપણે તૈયાર રહેવાની જરૂર છે.’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘એઆઈનો ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. ભારત પોતાનો અનુભવ અને કૌશલ્યની ભાગીદારી કરવા સજ્જ છે. એઆઈનું ભવિષ્ય ઉજ્જવળ છે. પરંતુ તે અન્ય કરતાં અલગ ટેક્નોલોજી હોવાથી તેમાં સતર્ક રહેવાની જરૂર છે. ભારત એઆઈ અપનાવવાની સાથે ટેક્નો-લીગલના આધારે ડેટા પ્રાઈવસી રાખવામાં પણ આગળ છે. અમે જાહેર કલ્યાણ માટે એઆઈ એપ્લિકેશન્સ વિકસિત કરી રહ્યા છીએ. ભારતે પોતાના 1.4 અબજથી વધુ લોકો માટે ઓછા ખર્ચે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. જો કે, અમને એઆઈ સંબંધિત મુદ્દાઓ ઉકેલવા માટે વૈશ્વિક માપદંડોની જરૂર છે.’

- Advertisement -

ઓપન સોર્સ સિસ્ટમ વિકસિત કરાશે 

વડાપ્રધાન મોદીએ એઆઈ સમિટનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માનતાં કહ્યું કે, ‘એઆઈ સમિટમાં મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના પ્રેસિડન્ટનો આભાર. એઆઈએ અમારી અર્થવ્યવસ્થા, સુરક્ષા અને સમાજને નવો આકાર આપ્યો છે. એઆઈ આ સદીમાં માનવતા માટે કોડ લખી રહ્યું છે. આપણે આપણા સંસાધનો અને પ્રતિભાઓને એકમંચ પર લાવી જોઈએ. ઓપન સોર્સ સિસ્ટમ વિકસિત કરવી જોઈએ, જે વિશ્વાસ અને પારદર્શિતાને પ્રોત્સાહન આપશે. આપણે સાયબર સુરક્ષા, ખોટી સૂચનાઓ અને ડીપફેક સંબંધિત ચિંતાઓને પણ દૂર કરવી જોઈએ.

- Advertisement -

નોકરીની રીત બદલાશે

એઆઈના કારણે નોકરીઓ ગુમાવવાના ભય મુદ્દે PM મોદીએ સ્પષ્ટતા કરી કે, ‘એઆઈના લીધે ઘણા લોકોને નોકરી ગુમાવવાનો ભય છે. પરંતુ ઈતિહાસ ગવાહ છે કે, ટેક્નોલોજીના કારણે કામ ગુમાવવુ પડતુ નથી, પરંતુ કામ કરવાની રીત બદલાય છે. નવી નોકરીઓનું સર્જન થાય છે. ભવિષ્ય માટે આપણે લોકોના સ્કિલ અને રિ-સ્કિલમાં રોકાણ કરવાની જરૂર છે.’

- Advertisement -
Share This Article