BLA Attack On Pakistan army: BLAનો પાકિસ્તાની સૈન્ય પર આત્મઘાતી હુમલો, 90 જવાનોના મોતનો દાવો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

BLA Attack On Pakistan army: પાકિસ્તાનના ક્વેટાથી તાફ્તાન જતા સૈન્યા કાફલા પર રવિવારે મોટો આતંકી હુમલો કરાયો છે. આ હુમલામાં 7 સૈનિકોના મોત જ્યારે 21 ઘાયલ થયાની માહિતી મળી છે પણ બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા 90 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાનો દાવો કરાયો છે.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્યના કાફલા પર થયેલા આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. હુમલો ક્વેટાથી 150 કિ.મી. દૂર નોશકીમાં થયો હતો. આ હુમલા બાદ સૈન્યએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તહેનાત કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ BLA દ્વારા પાકિસ્તાનની જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી અને આ ઘટનામાં અનેક દિવસોના ઘટનાક્રમ બાદ BLA દ્વારા 214 થી વધુ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.

- Advertisement -

તાજેતરના હુમલામાં પાકિસ્તાની સૈન્યના કાફલામાં કુલ 8 બસ સામેલ હતી જેમાંથી એક બસમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારબાદ કાફલાની બીજી એક બસને પણ બીએલએના બળવાખોરો દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને તેમાં સવાર તમામ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાનો દાવો કરાયો હતો. બીએલએનો દાવો છે કે તેમણે અત્યાર સુધી કુલ 90 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

Share This Article