Amitabh Bachchan : અમિતાભને એક વર્ષમાં 350 કરોડની આવક, 120 કરોડ ટેક્સ ભર્યો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને ૨૦૨૪-૨૫ના વર્તમાન નાણાંકીય વર્ષમાં આશરે ૩૫૦ કરોડની કમાણી કરી છે. જેના પર તેણે ૧૨૦ કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. એવી વિગત બહાર આવી છે કે અમિતાભ બચ્ચને ૧૫ માર્ચના રોજ ૫૨.૫૦ કરોડ રૂપિયાના એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ભર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રોફેશનલ્સ માટે તા. ૧૫મી માર્ચ ચાલુ નાણાંકીય વર્ષનો એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી મુદ્દત હતી.

અમિતાભ ૮૨ વર્ષે પણ ફિલ્મોમાં સક્રિય છે. ટીવી શો ઉપરાંત મોડેલીંગ પણ કરે છે. આ સાથે તેણે આ વર્ષમાં પ્રોપર્ટીના પણ અનેક સોદા કર્યા છે.

- Advertisement -

જ તેણે ઓશિવારામાં ૮૩ કરોડ રૂપિયાનો ફલેટ વેચ્યો હતો. જે તેણે કૃતિ સેનોનને રૂપિયા દસ લાખના માસિક ભાડા પેટ આપ્યો હતો. આ ફ્લેટને તેણે ૨૦૨૧માં રૂપિયા ૩૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ફ્લેટ પર તેને ૧૬૮ ટકા પ્રોફીટ મળ્યો હતો.

અમિતાભે આ વર્ષમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ૭૬ કરોડથી વધુનું ર ોકાણ કર્યાનો અંદાજ છે. તેણે મુંબઈના બોરીવલી સહિતના વિસ્તારોમાં ફલેટ તથા કમર્શિઅલ પ્રોપર્ટીની ખરીદી છે. આ ઉપરાંત તેણે અયોધ્યામાં ૧૦,૦૦૦ સ્કે. ફૂટ જમીન પણ ખરીદી છે. આ જગ્યા હરીવંશરાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટ માટે ખરીદાઈ હોવાનું કહેવાય છે.

- Advertisement -
Share This Article