Love and War: સંજય લીલા ભણશાલીએ પોતાની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ નું શૂટિંગ આગામી નવેમ્બર મહિનામાં પૂર્ણ કરવા કમર કસી છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર અને વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટનો પ્રણય ત્રિકોણ જોવા મળશે. બન્ને અભિનેતા આલિયા ભટ્ટના પાત્રને હાંસિલ કરવા માટે આમને સામને આવી જાય તેવી વાર્તામાં રણબીર કપૂર નેગેટિવ રોલમાં જોવા મળવાનો છે અને તેને વધુ પડતો ક્રોધી દર્શાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. રણબીર અને વિક્કી બંને એરફોર્સ ઓફિસરના રોલમાં હશે તેવી ચર્ચા છે.
ફિલ્મી વર્તુળોમાં થતી ગપસપ અનુસાર સંજય લીલા ભણશાળીએ રાજ કપૂરની ક્લાસિક ફિલ્મ ‘સંગમ’ પરથી આ ફિલ્મની પ્રેરણા લીધી છે. ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં રીલિઝ કરવાનું અગાઉ જ જાહેર થઈ ચૂક્યું છે.