Kalki 2 : પ્રભાસ, દીપિકા પદુકોણ તથા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ કલ્કી ૨૮૯૮ એડી’ના બીજા ભાગનું શૂટિંગ આગામી ડિસેમ્બરથી શરુ કરાશે. ફિલ્મના સર્જક નાગ અશ્વિને ફિલ્મનાં શૂટિંગ શિડયૂલ વિશે ઔપચારિક જાહેરાત કરી છે.
પ્રભાસ હાલ કેટલીક અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો હોવાથી બીજા ભાગનું શૂટિંગ શરુ કરવામાં વિલંબ થઈ ગયો છે. પહેલા ભાગમાં પ્રભાસનો રોલ રોલ બહૂ ટૂંકો હતો પરંતુ હવે નાગ અશ્વિને જાહેર કર્યું છે કે બીજા ભાગમાં પ્રભાસનો રોલ વધારે લાંબો હશે અને ફિલ્મની વાર્તાના કેન્દ્રસ્થાને હશે.
‘કલ્કિ ૨૮૯૮ એડી’ ગયાં વર્ષે જૂન માસમાં રીલિઝ થઈ હતી. સમગ્ર વિશ્વમાં તેણે ૧૧૮૦ કરોડનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. ફિલ્મમાં કમલ હાસનની પણ મહત્વની ભૂમિકા હતી. જોકે ,પહેલા ભાગમાં અમિતાભનાં પરફોર્મન્સની સૌથી વધુ પ્રશંસા થઈ હતી.