ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ચલાવી રહ્યા છે,

newzcafe
1 Min Read

રણતુંગાએ કહ્યું કે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને જય શાહ ચલાવે છે


રણતુંગાએ કહ્યું કે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને જય શાહ ચલાવે છે


કોલંબો, તા. 13 : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ચલાવી રહ્યા છે, તેવો ગંભીર આરોપ શ્રીલંકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ લગાવ્યો હતો. એક મીડિયાના અહેવાલમાં જણાવાયા મુજબ 1996માં શ્રીલંકાને વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ કેપ્ટન રણતુંગાએ કહ્યું હતું કે, ભારતીય હસ્તક્ષેપના કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બર્બાદ થઈ ગયું છે. જય શાહ પર આરોપ મૂકતા કહ્યું હતું કે, એક શખ્સ શ્રીલંકા ક્રિકેટને તબાહ કરી રહ્યો છે તે પણ એટલા માટે કેમ કે, તેના પિતા ભારતના ગૃહમંત્રી છે. નોંધનીય છે કે, ભારતમાં ચાલતા વર્લ્ડકપમાં નવમાંથી સાત મેચ શ્રીલંકા હારી ગયું અને 10 ટીમમાંથી નવમા સ્થાને આવી ગયું. તે ઉપરાંત 2025માં થનારી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માટે પણ ક્વોલિફાય નહીં કરી શકે. વર્લ્ડકપમાં શ્રીલંકાના ખરાબ પ્રદર્શન બાદ ત્યાંના ખેલમંત્રી રાશન રણસિંઘેએ છ નવેમ્બરના ક્રિકેટ બોર્ડને બરખાસ્ત કરી નાખ્યું હતું અને નવા અંતરિમ બોર્ડની ઘોષણા કરી હતી, કજેમાં અર્જુન રણતુંગાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જો કે, ખેલમંત્રીએ તે નિર્ણય પણ રદ કરી નાખ્યો હતો.

Share This Article