Arjuna Ranatunga New Look: શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેણે ચાહકોને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં જયસૂર્યાએ જે તસવીર શેર કરી છે તેમાં તેની સાથે અરવિંદ ડી સિલ્વા અને મુથૈયા મુરલીધરન છે પરંતુ આ બંને સિવાય તેમની સાથે વધુ એક વ્યક્તિ છે જેને જોઈને ચાહકો ચોંકી ઉઠ્યા છે. વાસ્તવમાં સનથ જયસૂર્યા, અરવિંદ ડી સિલ્વા અને મુથૈયા મુરલીધરન સાથે જે વ્યક્તિ છે તે બીજું કોઈ નહીં પરંતુ શ્રીલંકાને 1996નો વર્લ્ડકપ જીતાડનાર અર્જુન રણતુંગા છે. તાજેતરમાં જ તેઓ તમિલ સંઘના 125મા વર્ષગાંઠ સમારોહમાં ફરી એક વાર એકસાથે નજર આવ્યા હતા.
ચાહકોને રણતુંગાના બોડી ટ્રાન્સફોર્મેશન પર વિશ્વાસ નથી થઈ રહ્યો
શ્રીલંકન ક્રિકેટના આ ચારેય સ્તંભો ઉત્સાહથી ભરપૂર દેખાય રહ્યા હતા પરંતુ રણતુંગાની હાજરીએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. લાલ કુર્તામાં રણતુંગાને ઓળખવો મુશ્કેલ હતો, કારણ કે તે ખૂબ જ પાતળો દેખાય રહ્યો હતો. ચાહકોને રણતુંગાના બોડી ટ્રાન્સફોર્મેશન પર વિશ્વાસ નથી થઈ રહ્યો.
🇱🇰🏏 pic.twitter.com/H28ZlVZRhX
— Sanath Jayasuriya (@Sanath07) November 5, 2025
રણતુંગાનું ક્રિકેટ કરિયર
રણતુંગાએ પોતાના કરિયરમાં 93 ટેસ્ટ મેચ રમી છે અને કુલ 5105 રન બનાવ્યા છે. બીજી તરફ વનડેમાં તેણે 269 મેચમાં 7456 રન બનાવ્યા છે. વનડેમાં રણતુંગાએ ચાર સદી અને 49 અડધી સદી ફટકારવાનો કમાલ કર્યો છે. ટેસ્ટમાં તેણે ચાર સદી અને 38 અડધી સદી ફટકારી હતી.

