Sai Sudarshan: ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શને ગેઈલ-કોહલીને પાછળ છોડીને રચ્યો ઈતિહાસ

Arati Parmar
2 Min Read

Sai Sudarshan: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)માં 23મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT)અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ગુજરાત પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. આ દરમિયાન સાઈ સુદર્શને 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 53 બોલમાં 3 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા, જેના આધારે ગુજરાતે 217 રન બનાવ્યા હતા.

ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું

- Advertisement -

સાઈ સુદર્શનની શાનદાર ઈનિંગના કારણે ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમ પૂરા ઓવર પણ રમી શકી નહીં અને 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે, ગુજરાતની ટીમ 5 મેચમાં 4 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, રાજસ્થાનની ટીમ પાંચ મેચમાં 2 જીત અને 3 હાર સાથે હવે 7મા સ્થાને છે.

Share This Article