New record of GST revenue: એપ્રિલમાં GST વસૂલાતે બનાવ્યો નવો રેકોર્ડ, આવક પહોંચી 2.37 લાખ કરોડે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

New record of GST revenue: સરકારની GSTની આવક મહિને દર મહિને સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2025- 2026 ના પહેલા મહિનામાં જ સરકારે GST કલેક્શન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ 2025ના એપ્રિલ મહિનામાં જીએસટીની આવકમાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

નિષ્ણાતોના મતે, જીએસટી કલેક્શનમાં વધારો થવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા કરવેરા પર અંકુશ મૂકવા અને નિયમોને સરળ બનાવવાનો નિર્ણય છે. આગામી દિવસોમાં આ સંગ્રહમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પરોક્ષ કર વસૂલાતનો લક્ષ્યાંક 17 લાખ કરોડ રૂપિયાથી વધુ રાખ્યો છે. જેમાં GST કલેક્શનનો લક્ષ્યાંક લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા છે.

સરકારે જાહેર કરેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલ 2025 દરમિયાન ભારતની GST આવક 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયા થવા પામી છે. જે અત્યાર સુધીની એક મહિનામાં થયેલી સર્વોચ્ચ આવક છે. એપ્રિલ 2024માં GST કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયા હતું.

અગાઉ, ફેબ્રુઆરીમાં, સ્થાનિક સ્ત્રોતોમાંથી બે આંકડામાં વસૂલાત થવાને કારણે GST કર વસૂલાત 9.1 ટકા વધીને રૂ. 183,646 કરોડ થઈ હતી. જાન્યુઆરીમાં GST કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ પર પહોંચ્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 12.3 ટકા વધુ છે. આનો અર્થ એ થયો કે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં GST કલેક્શન 8.13 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

બજેટમાં, સરકારે સમગ્ર વર્ષ માટે GSTની આવકમાં 11 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો, જેમાં સેન્ટ્રલ GST અને સેસ સહિતની વસૂલાત રૂ. 11.78 લાખ કરોડ થવાનો અંદાજ સેવ્યો છે. બજેટ ડેટા અનુસાર, સરકારે નાણાકીય વર્ષ 2025-26માં કુલ પરોક્ષ કર વસૂલાત 17,35,100 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. આમાંથી, સરકારે GST દ્વારા 11,78,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો અંદાજ લગાવ્યો છે.

Share This Article