Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં સતત ચઢાવ ઉતાર થઇ રહ્યા છે.અખાત્રીજ પછી,સતત ત્રણ દિવસથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં રાહત જોવા મળી રહી છે. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે બંનેના ભાવમાં ભારે ઘટાડો થયો છે.હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાથી સામાન્ય લોકોને થોડી રાહત મળી છે.
થોડા અઠવાડિયા પહેલા બંને કિંમતી સોનાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. સોનાએ ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. છેલ્લી બે સીઝનની જેમ, આ વખતે પણ, ચાંદી શરૂઆતમાં જ 1 લાખ રૂપિયાના આંકને સ્પર્શી ગઈ.
આજે શનિવાર, 3 મે 2025 ના રોજ બુલિયન માર્કેટ દ્વારા જાહેર કરાયેલા સોના અને ચાંદી મુજબ, 22 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયા, 24 કેરેટનો ભાવ 95,660 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 71,760 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 98000 રૂપિયા છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટ – 87,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ – 95,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઇ રહ્યા છે.
સોનાના ભાવમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે, જેમાં સૌથી મોટી ભૂમિકા આંતરરાષ્ટ્રીય બજારની ગતિવિધિ દ્વારા ભજવવામાં આવે છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં તાજેતરમાં ઘટાડો અને ડોલરની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતીને કારણે પણ માગ અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.