Two Pakistani Spies Arrested in Amritsar: અમૃતસરથી બે પાકિસ્તાની જાસૂસોની ધરપકડ, સૈન્ય માહિતી લીક કરવાના દાવા

Arati Parmar
2 Min Read

Two Pakistani Spies Arrested in Amritsa: પંજાબના અમૃતસરમાં ગઈકાલે 3 મેના રોજ આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝ વિસ્તારોની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ લીક કરવાના આરોપસર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પાકિસ્તાની જાસૂસો હોવાની આશંકા છે. પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે ઓળખાતા આરોપીઓ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ધરપકડ કરવામાં આવેલા બંને શકમંદ આરોપીઓ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પીના નિર્દેશોના આધિન આ કામગીરી કરી રહ્યા હોવાની બાતમી મળી છે. હરપ્રીતસિંહ હાલ અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ છે. પહલગામ આતંકી હુમલા બાદ દેશવ્યાપી આંતકવાદીઓ અને પાકિસ્તાની જાસૂસોને શોધી કાઢવાની કવાયત વેગવાન બની છે.

- Advertisement -
Share This Article