Met Gala 2025: મેટ ગાલામાં બોલિવૂડની ધમાકેદાર એન્ટ્રી, શાહરુખની કિંગ સ્ટાઈલ અને દિલજીતનો રોયલ લુક

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Met Gala 2025: ફેશન જગતની સૌથી મોટી ઇવેન્ટ, મેટ ગાલા 2025, 5 મેના રોજ ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે શરૂ થઇ ગઈ છે, જેમાં બોલિવૂડના સ્ટાર્સનો દબદબો જોવા મળ્યો હતો. આ વર્ષે મેટ ગાલામાં શાહરૂખ ખાન, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝે ડેબ્યૂ કર્યું હતું.

મેટ ગાલામાં બોલિવૂડ સેલિબ્રિટીએ જીત્યું દરેકનું દિલ 

- Advertisement -

મેટ ગાલા 2025માં કિયારા અડવાણીના બેબી બમ્પથી લઈને શાહરૂખ ખાનના આઇકોનિક સિગ્નેચર પોઝ સુધી, બોલિવૂડ સેલિબ્રિટીએ દરેકનું દિલ જીતી લીધું છે. આ વર્ષની થીમ, ‘ટેલર્ડ ફોર યુ’, બ્લેક ફેશન અને ડેન્ડીઝમના 300 વર્ષની ઉજવણી કરે છે.

- Advertisement -

મેટ ગાલામાં શાહરૂખ ખાનનું જોરદાર ડેબ્યૂ

શાહરૂખ ખાને આ વર્ષે મેટ ગાલા 2025 માં ડેબ્યૂ કર્યું છે. શાહરુખ મેટ ગાલામાં ડેબ્યૂ કરનારો પહેલો બોલિવૂડ પુરુષ અભિનેતા છે. આ સાથે જ ઇવેન્ટમાં શાહરૂખે પોતાનો સિગ્નેચર પોઝ આપ્યો હતો. તેમજ તેનો લુક પણ અદ્ભુત હતો. કિંગ ખાનનો ઓલ બ્લેક લૂક હતો, આ સાથે જ તેણે ઘણી જવેલરી પણ પહેરી હતી.

- Advertisement -

‘K’ પેન્ડલવાળી ચેઈન અને હાથમાં શાહી લાકડી સાથે શાહરૂખે ફરી એકવાર સાબિત કર્યું કે ઈન્ડસ્ટ્રીનો એક જ કિંગ ખાન છે અને તે શાહરૂખ પોતે છે. શાહરૂખનું આઉટફિટ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

બેબી બમ્પ સાથે કિયારા અડવાણીનું ડેબ્યૂ 

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી લાંબા સમયથી પોતાની પ્રેગનન્સીને કારણે ચર્ચામાં છે. એવામાં એક્ટ્રેસ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગઈ છે. કિયારા મેટ ગાલામાં બેબી બમ્પ સાથે ડેબ્યૂ કર્યું હતું.

ઇવેન્ટમાં કિયારાએ બ્લેક, વ્હાઈટ અને ગોલ્ડના કોમ્બિનેશન ગાઉનમાં રેડ કાર્પેટ પર પ્રવેશ કર્યો હતો. એક્ટ્રેસના ડ્રેસનું નામ ‘બ્રેવહાર્ટ્સ’ રાખવામાં આવ્યું હતું, જે મહિલા શક્તિ, માતૃત્વ અને પરિવર્તનના નવા તબક્કાનું પ્રતીક છે.

ઇવેન્ટ દરમિયાન કિયારા પોતાના ખાસ લુક વિશે ભાવુક થઈ ગઈ અને કહ્યું, ‘એક કલાકાર અને માતા બનવા જઈ રહેલી મહિલા તરીકે, આ ક્ષણ મારા જીવનની સૌથી સુંદર ક્ષણોમાંની એક છે. મેટ ગાલા જેવા પ્લેટફોર્મ પર મારા જીવનનો આ ખાસ તબક્કો દર્શાવવો એ મારા માટે ગર્વની વાત છે.’

મેટ ગાલામાં દિલજીત દોસાંઝ મહારાજા લુકમાં પહોંચ્યો

મેટ ગાલામાં દિલજીત દોસાંઝે પોતાની અનોખી શૈલીથી બધાનું ધ્યાન ખેંચ્યું. તે પોતાના પંજાબી વારસાને ફલોન્ટ કરતો જોવા મળ્યો હતો. દિલજીત ઇવેન્ટમાં મહારાજા લુકમાં જોવા મળ્યો હતો. જેમાં સિંગરે ફૂલ વ્હાઈટ આઉટફીટ સાથે તલવાર કેરી કરી હતી. દિલજીતનો આ લુક પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

નિક જોનસ અને પ્રિયંકા ચોપરા

આ ઇવેન્ટમાં બોલિવૂડ ડીવા પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસે પણ પોતાના ગ્લેમરસ અંદાજથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. એક તરફ, પ્રિયંકા બ્લેક પોલ્કા ડોટ ધરાવતા વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન, નિક વ્હાઈટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં ખૂબ જ સુંદર દેખાતો હતો.

Share This Article