By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
Reading: Kids Under 16 Banned From Social Media: 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તૈયારી
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Technology > Kids Under 16 Banned From Social Media: 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તૈયારી
Technology

Kids Under 16 Banned From Social Media: 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તૈયારી

Arati Parmar
Last updated: May 6, 2025 11:59 am
By Arati Parmar 3 Min Read
Share
Kids Under 16 Banned From Social Media
SHARE

Kids Under 16 Banned From Social Media: સોશિયલ મીડિયા હવે પહેલાં જેવું નથી રહ્યું. એ પર ઘણાં એડલ્ટ કન્ટેન્ટ જોવા મળે છે, તેમજ બાળકોની સતામણી પણ ઘણી કરવામાં આવે છે. આ કારણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર બેન કરવા માટે ન્યુઝીલેન્ડમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડની સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલું જ બાળકો માટે તે ખતરનાક છે.

પ્રાઇમ મિનિસ્ટરની પહેલ

- Advertisement -

ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ક્રિસ્ટોફર લક્સન દ્વારા એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટથી બાળકોને સુરક્ષિત રાખવા માટે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરે છે. દુનિયાભરના ઘણાં દેશોમાં બાળકોની શારીરિક અને માનસિક આરોગ્ય માટે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ કારણે લક્સન દ્વારા આ બિલમાં રજૂ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સની ઉંમર વેરિફાઈ કરે. જો કોઈ 16 વર્ષથી નાની ઉંમરનો બાળક સોશિયલ મીડિયા પર જોવા મળે, તો કંપનીને 2 મિલિયન ન્યુઝીલેન્ડ ડોલરનો દંડ કરવામાં આવશે. લક્સન કહે છે, ‘સમય આવી ગયો છે કે ન્યુઝીલેન્ડ સ્વીકાર કરે કે સોશિયલ મીડિયા માટે કેટલીક સારી બાબતો હોય પણ તે બાળકો માટે હંમેશા સારી નથી. તેથી, આ પ્લેટફોર્મ પર નિયંત્રણ લાવવામાં આવે જેથી બાળકો ખરાબ કન્ટેન્ટ, સાઇબર બુલિંગ અને સતામણીથી દૂર રહી શકે.’

માતા-પિતા કરી રહ્યાં છે અપીલ

આ બિલ ક્યારે પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવશે, એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે, પ્રાઇમ મિનિસ્ટરને આશા છે કે તેમને તમામ લોકોનો ટેકો મળશે. આ કાયદાને તેમની નેશનલ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, અને ન્યુઝીલેન્ડ સરકાર માટે દરેક પાર્ટીનો ટેકો જરૂરી છે. જો ટેકો મળ્યો, તો જ આ કાયદો અમલમાં આવશે. લક્સન કહે છે, ‘માતા-પિતા અમને સતત જણાવે છે કે તેઓ સોશિયલ મીડિયાની બાળકો પર થતી અસર અંગે ચિંતિત છે. તેમજ બાળકો સોશિયલ મીડિયા ઓછા ઉપયોગ કરે, તે માટે તેઓ યોગ્ય રીતે નિયંત્રણ રાખી શકતા નથી.’

ઓનલાઇન એક્સપોઝર

નેશનલ પાર્ટીની કેથરિન વેડ, જેમણે આ બિલની તૈયારીમાં સહકાર આપ્યો, તેમના અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓને આ માટે જવાબદાર ગણવામાં આવવી જોઈએ. તેમનું માનવું છે, ‘એક માતા તરીકે, હું આશા રાખું છું કે જ્યારે બાળકોના ઓનલાઇન એક્સપોઝર અંગે ચર્ચા થાય, ત્યારે લોકો આ બિલ માટે ટેકો આપે.’

આ કાયદામાં સ્પષ્ટ કરાયેલ નથી કે તે કયા પ્લેટફોર્મ માટે લાગુ પડશે. ગયા વર્ષે, ન્યુઝીલેન્ડ સરકારે સ્કૂલોમાં બાળકો માટે મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે ભણતરનું પ્રમાણ ઘટી રહ્યું હતું.

ઓસ્ટ્રેલિયા પહેલે જ પ્રતિબંધ મૂકી ચૂક્યું

ઓસ્ટ્રેલિયા દ્વારા આ ઐતિહાસિક નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો. નવેમ્બરમાં, તેમણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સનો સમાવેશ થાય છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ યુટ્યુબ પર પ્રતિબંધ મૂક્યો નથી, જેથી સ્કૂલી કામ માટે તેનો ઉપયોગ કરી શકાય. સોશિયલ મીડિયા કંપનીઓએ આ કાયદાનો તીવ્ર વિરોધ કર્યો હોવા છતાં, આ કાયદો ડિસેમ્બર સુધી અમલમાં આવશે. હવે જોવું રહ્યું કે ન્યુઝીલેન્ડમાં એ પસાર થાય છે કે નહીં.

You Might Also Like

Indian Air Defence System S-400: પાકિસ્તાનના ફાઇટર જેટને હવામાં જ નષ્ટ કરતી S-400ની અદભુત શક્તિ, જાણો આ ટેક્નોલોજીની ક્ષમતાઓ અને ઇતિહાસ વિશે

Apple Will Integrate AI in Safari: એપલ સફારીમાં AI લાવશે, ગૂગલના વર્ચસ્વ માટે મોટો પડકાર

All iPhone Produce in India: એપલનો મોટો નિર્ણય, હવે તમામ iPhone ભારતમાંથી થશે પ્રોડ્યુસ, અમેરિકામાં થશે સપ્લાય

New Cyber Scam on WhatsApp: WhatsApp પર નવો માલવેર ફ્રોડ, અજાણ્યા ફોટા પર ક્લિક કરતાં પહેલા સાવધાન!

Android New Protection Mode: એન્ડ્રોઇડ 16માં એડવાન્સ પ્રોટેક્શન મોડ, હેકિંગથી બચાવ માટે નવી સેફ્ટી શીલ્ડ

TAGGED:Kids Under 16 Banned From Social Media
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

CyberSecurity in India
Technology

CyberSecurity in India: ભારતમાં સાઇબર સુરક્ષા વધારવા માટે ખાસ પગલાં, પાકિસ્તાનના સતત હેકિંગ હુમલાઓ સામે પ્રતિસાદ

2 Min Read
Starlink Gets Approval From India
Technology

Starlink Gets Approval From India: સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસ માટે સરકારની મંજૂરી

3 Min Read
How Missiles Hit Targets with Pinpoint Accuracy
Technology

How Missiles Hit Targets with Pinpoint Accuracy: મિસાઇલ પોતાના લક્ષ્ય પર સચોટ હુમલો કેવી રીતે કરે છે? જાણો આ પાછળની ટેકનોલોજી શું છે

3 Min Read
China Using AI For Making WarPlanes
Technology

China Using AI For Making WarPlanes: એડવાન્સ્ડ ફાઇટર જેટ માટે ચીનમાં ડીપસિક AIનો ઉપયોગ

2 Min Read
Spam emails on the rise
Technology

Spam emails on the rise: AIના યુગમાં જોખમી ઇમેઇલ્સનો વધી રહેલો ખતરો

3 Min Read
Skype Shutting Down
Technology

Skype Shutting Down: એક સમયનું લોકપ્રિય વીડિયો કોલિંગ એપ Skype આજથી ઓફિશિયલી બંધ

2 Min Read
UPI News
Technology

UPI News: હવે યુપીઆઈમાં પણ મળશે બેંક કાર્ડ જેવી સવલત

2 Min Read
ECI Working On All-In-One Application
Technology

ECI Working On All-In-One Application: ચૂંટણીની તમામ માહિતી માટે એક જ એપ, 40થી વધુ જૂની એપ્સ બંધ થશે

3 Min Read
Previous Next

More Popular from Newzcafe

Vitamin K Benefits
Lifestyle

Vitamin K Benefits: વિટામિન K, શરીર માટે જરૂરી, ઉણપથી બચવા માટે શું કરવું?

By Arati Parmar 2 Min Read
Bank of Baroda Recruitment 2025

Bank of Baroda Recruitment 2025: ૧૦મું પાસને ૩૭૦૦૦ સુધીનો પગાર મળશે, બેંક ઓફ બરોડામાં પટાવાળાની ભરતી

By Arati Parmar
Morning Mantra
Lifestyle

Morning Mantra: 4 મંત્રોથી બાળકના દિવસની સકારાત્મક શરૂઆત કરાવો, મગજ પર અસરકારક અસર!

By Arati Parmar 4 Min Read
Lifestyle

AC Side Effects: એસીમાં લાંબા સમય સુધી બેસવાની 6 ખતરનાક અસરો

AC Side Effects: ઉનાળામાં AC ની હવા જેટલી આરામદાયક લાગે છે, તેટલી જ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ…

By Arati Parmar
Business

Tariffs to Impact Economy: ટેરિફના અસરથી 2025-26માં દેશના અર્થતંત્રને મોટી મંદીની આશંકા

Tariffs to Impact Economy: જો યુએસ ૨ એપ્રિલે જાહેર કરાયેલ પારસ્પરિક ટેરિફ લાદશે તો આગામી બે…

By Arati Parmar
Lifestyle

Mistakes Of Walking: ખોટી વૉકિંગથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર, 5 મહત્વપૂર્ણ ભૂલોથી બચો!

Mistakes Of Walking: સ્વાસ્થ્ય માટે વૉકિંગ સૌથી ફાયદાકારક છે. આનાથી શરીરની સાથે મન પણ ખુશ રહે છે.…

By Arati Parmar
World

Russia Attack on Indian Pharma Company medicine Godown : યુક્રેનમાં ભારતીય ફાર્મા કંપનીનું ગોડાઉન મિસાઈલ હુમલામાં નષ્ટ, કીવે પૂછ્યું – “આ_friendship_છે?”

Russia Attack on Indian Pharma Company medicine Godown: રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે એક માઠા સમાચાર…

By Arati Parmar
Technology

Instagram New Blend Feature: ઇન્સ્ટાગ્રામનું નવું ‘બ્લેન્ડ’ ફીચર, જાણો તેના આકર્ષક ફાયદા

Instagram New Blend Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ…

By Arati Parmar
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?