Terror links to Trump-era White House: ટ્રમ્પના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ગયા બે જેહાદી! એક લશ્કર સાથે જોડાયેલો, બીજાએ કાશ્મીરમાં ફેલાવ્યો આતંક

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Terror links to Trump-era White House: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ વ્હાઇટ હાઉસના એડવાઇઝરી બોર્ડ ઑફ લે લીડર્સમાં બે એવા વ્યક્તિની નિયુક્તિ કરી છે, જેના કથિત રૂપે ઇસ્લામી જેહાદી સંગઠનો સાથે સંબંધ છે. તેમાંથી એક ઇસ્માઇલ રૉયર છે, જે પહેલા રેંડેલ રૉયરના નામે જાણીતો હતો અને બીજો પ્રસિદ્ધ મુસ્લિમ સ્કૉલર અને જાયતૂના કૉલેજના સહ-સંસ્થાપક શેખ હમઝા યૂસુફ છે.

આતંકી સંગઠન સાથે છે સંબંધ

- Advertisement -

ઇસ્માઇલ રૉયરનો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સીધો સંબંધ જણાવવામાં આવી રહ્યો છે. આ નિયુક્તિએ ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા ઊભી કરી છે, કારણ કે રૉયર પર 2000માં પાકિસ્તાનમાં લશ્કરના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે.

આ નિયુક્તિને લઈને ટ્રમ્પની નજીકની અને દક્ષિણપંથી કાર્યકર્તા લારા લૂમરે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ઇસ્માઇલ રૉયરની નિયુક્તિને પાગલપન જણાવ્યું છે અને આરોપ લગાવ્યો કે, રૉયર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં પ્રશિક્ષણ લઈ ચુક્યો છે અને કાશ્મીરમાં ભારતીય ઠેકાણા પર ફાયરિંગ જેવી ગતિવિધિમાં ભાગ લીધો છે.

- Advertisement -

આતંકવાદી ગતિવિધિઓમાં સજા ભોગવી ચુક્યો છે ઇસ્માઇલ રૉયર

ઇસ્માઇલ રૉયરને 2004માં અમેરિકાની એક કોર્ટે આતંકવાદી ગતિવિધિઓમાં ગુનેગાર સાબિત થતા 20 વર્ષની સજા સંભળાવી હતી. તે ‘વર્જીનિયા જેહાદી નેટવર્ક’ સાથે જોડાયેલો હતો. FBIની તપાસ અનુસાર, તેણે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને મોકલવા અને ત્યાં હથિયારોની ટ્રેનિંગ અપાવવામાં મદદ કરી હતી. 2023માં ડિજિટલ ઈસ્ટ ફોરમ સાથે એક ઈન્ટરવ્યુમાં રૉયરે પોતાના જેહાદી ભૂતકાળને યાદ કરતા કહ્યું હતું, ‘મને લશ્કરના લોકો પસંદ આવ્યા. મને જણાવવામાં આવ્યું હતું કે, આ એક કટ્ટરપંથી સમૂહ નથી.’

- Advertisement -

મળતી માહિતી અનુસાર, રૉયરે કોર્ટમાં માન્યું હતું કે, તેણે પોતાના સાથી- મંસૂર ખાન, યોંગ કી ક્વોન, મોહમ્મદ અતીક અને ખ્વાજા મોહમ્મદ હસનને પાકિસ્તાની આતંકી કેમ્પમાં પ્રવેશ આપવામાં મદદ કરી હતી. તેણે ઇબ્રાહીમ અહેમદ અલ-હમ્દીને પણ આરપીજી (રૉકેટ પ્રોપેલ્ ગ્રેનેટ)ના પ્રશિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં, જેથી ભારત સામે સૈન્ય કાર્યવાહી કરી શકાય. જોકે, 20 વર્ષની સજામાંથે તેને 13 વર્ષ જેલમાં વિતાવ્યા અને હવે તે ધાર્મિક સ્વતંત્રતા સંસ્થાના ઇસ્લામ એન્ડ રિલિજીયસ ફ્રીડમ એક્શન ટીમના નિર્દેશકના રૂપે કાર્યરત છે.

શેખ હમઝા યુસુફ પર પણ લાગ્યા કટ્ટરપંથ સાથે જોડાયા હોવાનો આરોપ

લારા લૂમે એક અન્ય નિયુક્ત સભ્ય, શેખ હમઝા યુસુફ પર પણ પ્રશ્ન કર્યાં. તેમણે દાવો કર્યો કે, યુસુફ મુસ્લિમ બ્રધરહૂટ અને હમાસ જેવા સંગઠનો સાથે જોડાયેલો રહ્યો છે અને ‘જેહાદ’ની અસલી પરિભાષાને છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. લૂમરે આરોપ લગાવ્યો કે, જાયતૂના કોલેજમાં શરીયા કાયદાનું શિક્ષણ આપવામાં આવે છે અને આ સંસ્થા ઇસ્લામિક કટ્ટરપંથને વધારો આપે છે. જોકે, વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી તેના પર સંપૂર્ણ વિવાદ પર કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.

લૂમરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘વ્હાઇટ હાઉસમાં આતંકવાદીઓને સલાહકાર બનાવવું શરમજનક છે. આ અમેરિકાની સુરક્ષા અને લોકતાંત્રિક મૂલ્યોની મજાક છે.’ તેમણે ટ્રમ્પ પ્રશાસનમાં પહેલાં કાર્યરત રહેતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટેજની બરતરફીને પણ તેના સાથે જોડતા સંકેત આપ્યો કે, ટ્રમ્પના આંતરિક ઘેરામાં કટ્ટર વિચારધારાવાળા લોકો જગ્યા પર જઈ રહ્યા છે.

નોંધનીય છે કે, લશ્કર-એ-તૈયબાને ભારતમાં અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર ગણવામાં આવે છે, જેમાં 2008 મુંબઈ હુમલો સામેલ છે, જેમાં 166 લોકોના મોત થયા હતાં. હાલમાં જ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણ પર સટીક હુમલા કર્યા હતા. આ હુમલામાં લશ્કરના મુરીદકે સ્થિત માર્કઝ તૈબા પ્રશિક્ષણ કેન્દ્રને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધા હતાં.

Share This Article